ઈલ્યાસ શેખ, સંતરામપુર
પાલિકા તંત્રની ઘોર બેદરકારી.. સંતરામપુરમાં ભૂગર્ભ ગટર પાછળ કરોડો ખર્ચાયા બાદ નર્કગાર જેવી પરિસ્થતિ…
ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત કનેક્શનોમાં લાખો કરોડોનો ખર્ચો થતા પરિણામ શૂન્ય.
સંતરામપુર નગરના જુદા જુદા વિસ્તારમાં ચોમેર ગંદકીનો ભરમાર..
ઉભરાતી ગટરો, ગંદકી થી ખદબદતા વિસ્તારો પાલિકાના વિકાસ કામોની ચાડી ખાય છે.
સંતરામપુર તા.28
ગુજરાત સરકાર દ્વારા 2017માં સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં રૂપિયા 17 કરોડની યોજના હેઠળ ભૂગર્ભ ગટર યોજના શરૂ કરવામાં આવેલી હતી. અને ગત વર્ષે તેને કાર્યરત કરવા માટે હાઉસ કનેક્શન આપવા માટેનું કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ હાઉસ કનેક્શનનો આપ્યા પછી બે દિવસમાં ગુણવત્તા વગરના કામગીરી હોવાના કારણે તમામ કનેક્શન તૂટી ગયા હતા. અને અત્યાર સુધી કોઈ કામગીરી કરવામાં આવેલી નથી.અને જેના કારણે હજુ પણ ગટર યોજના કાર્યરત થઈ જ નથી.નગરજનો આક્ષેપ કર્યો હતો કે ભૂગર્ભ ગટર પાછળ કરોડો ખર્ચાયા અને હાઉસ કનેક્શન પાછળ મળતી માહિતી મુજબ 25 લાખ જેટલા ખર્ચાઈ ગયા તેમ છતાં લોકોને સુવિધા ન મળતા સ્થાનિક રહીશોમાં મળી આવ્યો હતો..
છેલ્લા 15 દિવસથી આજ રીતે પરિસ્થિતિ જોવા મળી આવી છે. ઉભરાતી ગટરો રોડ ઉપર ફરી વળતા ગંદુ પાણી રોગચાળાનો ભય સતાવી રહ્યો છે ગંદકી અને ખુલ્લી ગટરોના કારણે કચરાથી ગટરો ખુલ્લી હોવાના કારણે મુશ્કેલીમાં મુકાયા છે.અત્યાર સુધી પણ આ ખુલ્લી ગટરો કોઈ નિકાલ કરવામાં આવ્યો જ નહીં પરિસ્થિતિ આ સ્થિતિમાં જોવા મળી આવેલી હતી..