
યાસીન ભાભોર , ફતેપુરા
ફતેપુરામાં ગ્રામજનોની રજૂઆતના પગલે દાહોદ થી ફતેપુરા આવવા માટે બસ શરૂ કરાઇ
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતેથી રોજ અસંખ્ય લોકો નોકરી ધંધા અર્થે અને કામ ધંધા અર્થે દાહોદ અપડાઉન કરે છે અને ફતેપુરા નગરના મોટાભાગના નગરજનો દવા સારવાર અર્થે પણ રોજ દાહોદ અવર જવરના કરે છે. ત્યારે દાહોદ જવા માટે તો ફતેપુરા થી બહુ સગવડ છે પરંતુ દાહોદ થી ફતેપુરા આવવા માટે એક દોઢ વાગ્યા પછી કોઈપણ બસ ડાયરેક્ટ ફતેપુરાની મળતી નથી.જેના પગલે નગરજનોને દાહોદ થી ઝાલોદ આવું પડે છે અને ત્યાંથી ફતેપુરા આવું પડે છે.આ માટે મુસાફરોના નાણા અને સમયનો પણ વ્યય થતો હતો.અને જો કોઈ મુસાફરને દાહોદ થી ડાયરેક્ટ ફતેપુરા આવવું હોય તો સીધી સાંજના છ વાગ્યાના આસપાસ દાહોદ થી બસ મળતી હતી જેના પગલે મુસાફરોને વગર કારણે બે થી ત્રણ કલાક દાહોદ બસ સ્ટેશન ખાતે બેસી રહેવું પડતું હતું.આ બાબતની ફતેપુરા નગરના નગરજનો એ ઝાલોદ ડેપો મેનેજર ને જાણ કરી હતી જેના પગલે આજરોજથી ઝાલોદ ડેપોની બસને ઝાલોદ ડેપોના મેનેજર દ્વારા સાંજે ચાર વાગ્યે દાહોદ થી ફતેપુરા સુધી આવવા માટે બસની શરૂઆત કરાવી છે.ત્યારે હવે ફતેપુરા ના નગરજનોને સાંજે ચાર વાગ્યે દાહોદ થી આ બસ ફતેપુરા આવવા માટે મળશે.