ઇલ્યાસ શેખ :- સંતરામપુર
મહીસાગર એલસીબીએ સંતરામપુર તાલુકાના ભમરી ચેકપોસ્ટ પાસેથી બે ગાડીઓમાં વિદેશી દારૂના જથ્થા સાથે બેની અટકાયત કરી…
વૈભવી ગાડીમાં વિદેશી દારૂ લાવનાર બુટલેગર તેમજ દારૂ ભરી આપનાર ઈસમ મળી કુલ ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો..
સંતરામપુર તા.07
સંતરામપુર તાલુકાના ભમરી ચેકપોસ્ટ પાસેથી બે અલગ અલગ ઇંગ્લિશ દારૂ ભરેલી ગાડીઓ મહીસાગર એલસીબીએ ઝડપી પાડી દારૂ ભરી આપનાર મુખ્ય બુટલેગર જીતેન્દ્રસિંહ શંભુસિંહ સિસોદિય કલ્યાણી ગામ ઉંચી મંગરી વિરોધ પ્રોહીબિશન અંગેનો ગુનો નોંધાયો છે.
સંતરામપુર તાલુકાના ભમરી ચેક પોસ્ટ પાસેથી મહીસાગર એલસીબી પોલીસે બાતમીના આધારે બે ગાડીઓ વારાફરતી ચેક કરતા ગાડીની ડીકીમાં અને સીટ નીચેથી અલગ અલગ પ્રકારની બ્રાન્ડેડ ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવેલી હતી.પોલીસે વધુ તપાસ હાથ ધરી બીજી ગાડીમાંથી પણ પ્રાંતિ ભારતીય બનાવટી કાચની નાની મોટી બોટલો તથા પાઉચ કુલ મળીને નંગ 163 જેની કિંમત રૂ 38,859 તથા દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધી ઈન્ડિગો ગાડી કિંમત રૂપિયા દોઢ લાખ અને આરોપી પાસેથી મોબાઇલ ₹10,000 ના કુલ મળીને એક ગાડીમાંથી એક લાખ 9959 નો મુદ્દા માલ કબજે કરેલો હતો પ્રોહી પ્રતિબંધ એરિયામાં ગેરકાયદેસર રીતે દારૂનો હેરાફેરી કરતો અને ઇંગ્લિશ દારૂ મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને મુદ્દામાલ કબજે કરેલો હતો. આરોપી નિર્ભય ભવન સિંહ રાજપુત રહે બંસી સામાચોટ સલુમ્બર રાજસ્થાન ઉદેપુર જ્યારે બીજો આરોપી બુટલેગર ચંદનસિંહ ભવરસિંહ રાજપુત રહે ડાલ સલુમ્બર રાજસ્થાન ઉદેપુર બીજી ગાડીમાંથી ભમરી કુંડા પાસે ગાડી ચેક કરતા અલગ અલગ પ્રકારની પરપ્રાંતિય ભારતીય બનાવતી કાચની નાની મોટી બોટલ 128 નંગ જેની કિંમત રૂપિયા 73902 નો તથા દારૂમાં ઉપયોગમાં લેવાયેલી ગાડીની કિંમત કુલ મળીને ₹2,29,902 નો મુદ્દા માલ કબજે કરેલો હતો આ રીતે મહીસાગર એલસીબી એ બાતમીના આધારે કુલ બે ગાડીમાંથી ચાર લાખ ત્રીસ હજાર મુદ્દા માલ કબજે કર્યો હતો મુખ્ય આરોપી મુદ્દામાલ ભરી આપનાર અને વારંવાર દારૂ સપ્લાય કરનાર ઇંગ્લિશ દારૂનું બોટલો હોલસેલ વેપારી જીતેન્દ્રસિંહ શંભુજી સિસોદિયા સંતરામપુર પોલીસે તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે