ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુરમાં નવીન બસ સ્ટેશન બંનેના ચાર માસ બાદ પણ સીસીટીવી કેમેરાનો અભાવ
સંતરામપુર તા.19
સંતરામપુર નગરમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂપિયા સાડા ચાર કરોડના ખર્ચે નવો એસટી બસ સ્ટેશન બનાવવામાં આવેલું હતું.પરંતુ બસ સ્ટેશનને લોકાર્પણ કર્યા પછી ચાર માસ વિતવા છતાંય હજુ સુધી સીસીટીવી કેમેરા મૂકવામાં આવેલા જ નથી આના કારણે એસટી બસ ડેપો ની સાધનસામગ્રી અને મુસાફરોની સલામતી સામે જોખમ ઊભું થયું છે.સીસીટીવી કેમેરાઓ ના અભાવે એસ.ટી.બસ સ્ટેશનમાં કેટલાક અસામાજીક તત્વો ડેપોની વસ્તુને મોટા પાયે નુકસાન કરતા હોય છે કેટલીક વાર પાણી પરબના નળ ફીટીંગ તોડી નાખે છે.જ્યારે કેટલીક વાર બનાવવામાં આવેલી ને રેલિંગ તોડી પાડી હતી આ રીતે નાનો-મોટો અસામાજિક તત્વો એસટી બસ ડેપોમાં મોટા પાયે નુકસાન કરી રહી છે જ્યારે કેટલાક મુસાફરોને ખિસ્સાકાતરૂ પણ થયેલા છે સીસીટીવી કેમેરાના અભાવે મુસાફરોની સલામતી માટે નુકસાન થઈ રહ્યું છે ખિસ્સાકાતરૂ અને અસામાજિક તત્વો મન ફાવે તેમ પ્રવૃત્તિ કરતા હોય છે રૂપિયા સાડા ચાર કરોડના ખર્ચે બનાવેલા એસટી બસ ડેપોમાં તાત્કાલિક રીતે સીસી ટીવી કેમેરા મુકવામાં આવે તેવી મુસાફરોની માંગ ઊભી થયેલી છે સલામતી માટે અને એસટી બસ ડેપોને નુકસાનથી બચવા માટે હવે સીસીટીવી કેમેરા લગાવવા જરૂરી બન્યા છે.