ઈલ્યાસ શેખ, સંતરામપુર
સંતરામપુરમાં ગૌ સેવા મંડળ દ્વારા એક માસમાં 270 પશુઓની સારવાર કરવામાં આવી….
સંતરામપુર તા.16
સંતરામપુર નગરમાં રખડતા પશુ અને ગ્રામ્ય વિસ્તારોમાં વિસ્તારોમાં લંબી વાયરસના કેસોનું સતત વધારો થઈ રહ્યો હતો ત્યારે ગૌસેવા મંડળ અને ક્ષેત્રફળ મંડળ વિવિધ મંડળો ભેગા થઈને સેવાભાવી કાર્ય કરવાની ભાવનાથી એક મહિનામાં 270 જેટલા બીમાર પડેલા પશુઓના સંતરામપુર અને ગ્રામ્ય વિસ્તારોમાં બિલકુલ ફ્રી સેવા આપવામાં આવેલી હતી જેમાં ગૌ સેવા મંડળના કામ કરતા યુવાનો તમામે પોતાનો કોન્ટેક નંબર નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં સંપર્ક કરવા માટે આપવામાં આવેલો હતો રાત દિવસ ગમે ત્યારે પણ કોઈ પણ જગ્યાએ પશુ બીમાર હાલતમાં જોવાય ફોન આવતા તૈયારીમાં તાત્કાલિક સેવા શરૂ કરી દેતા હોય છે હાલમાં રખડતા પશુઓમાં લંપીવાયરસ નો ના કારણે પશુઓની ખવડાવવા માટે ગોળ હળદર મરી ની રોટલીઓ અન્ય વિવિધ વસ્તુઓ બનાવીને પશુઓની ખવડાવવાની પણ કામગીરી હાથ ધરી હતી છેલ્લા એક માસથી પશુઓની ગૌ સેવા મંડળ દ્વારા સેવા પૂરી પાડીને એક માનવતા વ્યક્ત કરીને સેવાના સહભાગી બન્યા હતા.