Wednesday, 11/12/2024
Dark Mode

સંત રવિદાસ રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટ ના કારોબારી સભ્યોની મીટીંગ સંતરામપુર ખાતે યોજાઈ.

October 7, 2022
        948
સંત રવિદાસ રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટ ના કારોબારી સભ્યોની મીટીંગ સંતરામપુર ખાતે યોજાઈ.

બાબુ સોલંકી, સુખસર

 

સંત રવિદાસ રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટ ના કારોબારી સભ્યોની મીટીંગ સંતરામપુર ખાતે યોજાઈ.

 

 

રોહિત સમાજના સુતિયા, મિયોઢ,બારીયા તથા છત્રી પરગણાના આગેવાન કારોબારી સભ્યો મિટિંગમાં હાજર રહ્યા.

 

રોહિત સમાજમાં ઘર કરી ગયેલા કુરીવાજોને દૂર કરવા તથા લગ્ન,મરણ તથા અન્ય પ્રસંગોમાં કરવામાં આવતા ખોટા ખર્ચા બંધ કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી.

 

દાહોદ તા.07

 

        રોહીદાસ સમાજના ચાર પરગણાના સામાજિક ઉત્થાન માટે સંત રવિદાસ રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટ સંતરામપુર કાર્યરત છે.વૈજ્ઞાનિક દ્રષ્ટિએ હરણફાળ ભરી રહેલા યુગમાં સમય પ્રમાણે પરિવર્તન આવશ્યક છે. ત્યારે રોહિત સમાજ પછાત રહે નહીં તે હેતુથી સમાજના આગેવાનો દ્વારા ચાર પરગણાના સભ્યોને સંગઠિત કરી પરિવર્તન લાવવા રોહિત સમાજ ટ્રસ્ટ કાર્યરત છે.અને આ ટ્રસ્ટમાં રોહિત સમાજના વધુને વધુ સભ્યો જોડાઈ રહ્યા છે.અને આવનાર સમયમાં ચાર પરગણા માટે સંતરામપુર ખાતે ટ્રસ્ટના ભવનનું નિર્માણ થનાર હોવાનું પણ જાણવા મળે છે.

       પ્રાપ્ત વિગતો મુજબ રોહિત સમાજના સામાજિક વિકાસ માટે ચાર પરગણા જેમાં સુતિયા,મિયોઢ, બારીયા તથા છત્રી પરગણાનુ સંત રવિદાસ રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટ સંતરામપુર ખાતે કાર્યરત છે.જેની

ગતરોજ ટ્રસ્ટના પ્રમુખ અને સંતરામપુર નિવાસી ગનાભાઈ ભુનાતરના નિવાસ્થાને કારોબારી સભ્યોની મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં ચાર પરગણાના આગેવાનોએ હાજર રહી સમાજમાં પરિવર્તન લાવવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ વંશ પરંપરાગત સમયથી ચાલતા આવેલા કેટલાક રીતરિવાજોને સમાજમાંથી દૂર કરવા તથા લગ્ન,મરણ તેમજ અન્ય પ્રસંગોમાં જે ખોટા ખર્ચ કરવામાં આવે છે અને જેના લીધે સમાજ પાછળ પડતો જાય છે તેવા પરિબળોને તિલાંજલિ આપવા માટે ચર્ચા કરવામાં આવી હતી.આવનાર સમયમાં રોહિત સમાજના ચાર પરગણાના તમામ સભ્યો માટે સંતરામપુર ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળે છે.

      નોંધનીય બાબત છે કે,સંત રવિદાસ રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટ સંતરામપુર ભવનનું સંતરામપુર ખાતે બાંધકામ કરવા માટે બે ગુંઠા જમીનની માંગણી કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.અને તેના માટે જવાબદરો દ્વારા માપણી કરવામાં આવેલ હોવાનું કારોબારી સભ્યો દ્વારા જાણવા મળે છે.અને ભવનના નિર્માણ માટે ટ્રસ્ટને જમીનનો કબજો સોંપતા રોહિત સમાજ ભવન નિર્માણ કરવામાં આવશે તેમ પણ જાણવા મળે છે.

       રોહિત સમાજના સંત રવિદાસ રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટ સંતરામપુરની મિટિંગમાં ટ્રસ્ટના પ્રમુખ ગનાભાઈ ગુનેતર,મંત્રી ગણેશભાઈ બામણીયા,ઉપપ્રમુખ દેવચંદભાઈ પરમાર,ઉપપ્રમુખ નાનજીભાઈ સોલંકી, કારોબારી સભ્ય કાળુભાઈ સોલંકી તથા ખજાનચી ભુલાભાઈ પરમાર સહિત ચાર પરગણાના કારોબારી આગેવાનોએ મિટિંગમાં હાજર રહી સમાજ માટેની વિવિધ ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!