
દાહોદમાં આજે રેલ રાજ્યમંત્રી તેમજ રેલવેના ઉચ્ચ અધિકારીઓના ધામા:પીપલોદ-લીમખેડા સેક્શન તેમજ દાહોદ રેલવે સ્ટેશન ખાતે નવીન ફૂટ ઓવર બ્રિજનું ખાત મુહર્ત..
રેલ રાજ્યમંત્રી તેમજ રેલવેના ઉચ્ચ અધિકારીઓનો કાફલો દાહોદ રેલવે સ્ટેશન, રેલવે કારખાના, પીપલોદ લીમખેડા જેવા સ્ટેશનની મુલાકાત લેશે..
દાહોદમાં સ્કેલેટર સાથે નવા ફૂટ ઓવરબ્રિજનું ખાત મુહર્ત તેમજ ગોદીરોડ ખાતે નવીન પ્લેટફોર્મની સુવિધા ઉભી કરાશે…..
રેલ રાજ્યમંત્રીના દિવસભરના કાર્યક્રમ દરમિયાન પીપલોદ તેમજ દાહોદ ખાતે પબ્લિક મિટિંગમાં સંબોધન કરશે
દાહોદ તા.૦૬
દાહોદ જિલ્લામાં આવેલ દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે આવેલ તેમજ દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે રેલ રાજ્ય મંત્રી કામોનું શિલાયાન્સ તેમજ રેલ્વે સ્ટેશનની મુલાકાત સહિત મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં દાહોદના સાંસદ પણ હાજર રહેનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
આજરોજ તારીખ ૦૭ ઓક્ટોમ્બર અને શુક્રવારના રોજ રેલ રાજ્ય મંત્રી રાવ સાહેબ પાટીલ અને દર્શના જરદોશ દાહોદ જિલ્લામાં પધારનાર છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે તેમજ દાહોદ રેલ્વે સ્ટેશને કામોનું શિલાયાન્સ તેમજ મુકાતે પહોંચનાર છે જેમાં પીપલોદ ગામે સ્વામી નારાયણ મંદિર ગ્રાઉન્ડ ખાતે સવારે ૯ કલાકે દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે પહોંચી વર્કશોપ ખાતે પહોંચશે ત્યાર બાદ સવારે ૧૧ કલાકે દાહોદ વર્કશોપની મુલાકાતે પહોંચશે ત્યાથી પીપલોદ – લીમખેડા ખંડ ખાતે પહોંચી સડક ઉપરી પુલનું ભુમીપુજન કરવામાં આવશે. ઘનશ્યામ સ્વામીનારાયણ મંદિર ગ્રાઉન્ડ ખાતે પહોંચી પબ્લીક મીટીંગ યોજશે. દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે એફ.બી.ઓ. ના નિર્માણ કાર્યનું ભુમિપુજન, દાહોદ ઓડીટોરીયમ ખાતે પબ્લીક મીટીંગ, દાહોદ ઓડીટોરીયમથી નજમુદ્દીન ગાંગરડીવાલાના કાર્યાલયની મુલાકાતે પહોંચી બાદમાં રવાના થનાર છે. આ કાર્યક્રમમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર પણ હાજર રહેનાર છે.
—————————–