
કલ્પેશ શાહ, સિંગવડ
સિંગવડ તાલુકાના ચૂંટણી બુથોની મુલાકાત લેતા દાહોદ જિલ્લા સમાહર્તા.
ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણી આવવાની હોય તેની તૈયારી ના ભાગરૂપે લીમખેડા વિધાનસભા સીટના સિંગવડ તાલુકામાં આવેલા ચૂંટણી બુથો નિરીક્ષણ કરવા માટે દાહોદ જિલ્લાના સમાહર્તા ડો.હર્ષિત ગોસ્વામી પ્રાંત સાહેબ મામલતદાર સિગવડ તથા રંધીપુર પીએસઆઇ પટેલ વગેરે દ્વારા કેસરપુર મેથાણ આંકડા ફળિયા મેથાણ મુખ્ય પ્રાથમિક શાળા તથા સિંગવડ પ્રાથમિક શાળાના બુથોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જ્યારે કલેક્ટર શ્રી દ્વારા કેસરપુર તથા મેથાણ પ્રાથમિક શાળાઓમાં રેમ્પ તૂટી ગયા હોય તે ફરી નવેસરથી બનાવવા માટે સૂચન આપવામાં આવ્યું હતું જ્યારે કેસરપુર પ્રાથમિક શાળામાં શૌચાલયની આગળ જાળી જાકરા ઉગી જતા તેને પણ સાફ કરવા સૂચન કરવામાં આવ્યું હતું જ્યારે બુચ ચેકિંગ કરીને કલેક્ટર શ્રી રવાના થયા હતા.