ઈલ્યાસ શેખ, સંતરામપુર
સંતરામપુર પોલીસ ઘરફોડ ચોરીમાં સામેલ ત્રણ આરોપીને પોલીસે ઝડપી જેલભેગા કર્યા…
સંતરામપુર નગરમાં ચોરીના બનાવો છેલ્લા ઘણા સમયથી ઉપરાછાપરી વધતા જાય છે અને દિવસે દિવસે બંધ મકાનોન તાળા તૂટતા હોય છે સંતરામપુર પોલીસ છેલ્લા ઘણા સમયથી સઘન પેટ્રોલિંગ હાથ ધરેલું હતું પેટ્રોલિંગ દરમિયાનમાં નર્સિંગ પુર કોલેજ રોડ વિસ્તારમાં પાસેથી ત્રણ અજાણ્યા મોટરસાયકલ લઈને પસાર થઈ રહેલા હતા. પોલીસે ઉભી રાખીને તપાસ દરમિયાનમાં અને પૂછપરછ કરતા સંતરામપુર પોલીસને તેમના ઉપર શખ જતા અને તાત્કાલિક અને ત્રણ જણાને સંતરામપુર પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવેલા હતા વધુ તપાસ હાથ ધરાવતા તપાસ દરમિયાનમાં મહીસાગર જિલ્લાના કોઠંબા સંતરામપુર અને કડાણા ત્રણ તાલુકામાં ચોરીના ગુનામાં સનવાયેલા બહાર આવેલું હતું અને કરી હતી કે કોઠંબામાં ચાર જગ્યાએ કડાણામાં પાંચ જગ્યાએ અને સંતરામપુરમાં એક જગ્યાએ તેમને મકાનના તાળા તોડીને ચોરી કરેલી હતી ઘર ફૂડ ચોરી અને મોટરસાયકલ ચોરી કબુલાત કરી હતી સંતરામપુર પોલીસે ત્રણ આરોપીને ઝડપી પડેલા હતા અને વધુ તપાસ હાથ ધરવામાં આવેલી હતી જેમાં મિનેષભાઈ વીરાભાઇ ભાભોર મનુભાઈ વીરાભાઇ ભાભોર ફતેપુરા પ્રવીણ દિનેશ તાવિયાડ એક મોટરસાયકલ પર ત્રણ સવારી જઈ રહેલા હતા સંતરામપુર પોલીસે ઝડપી પાડ્યા હતા ચોરી કરવાના સાધનો લોખંડના સળિયા નું બનાવેલું હથિયાર અને ડિસમિસ તે પણ તેમની પાસેથી મળી આવેલું હતું પરંતુ હજુ પોલીસ પૂછપરછ હાથ ધરી છે ચોરીમાં આરોપીને પકડવામાં સંતરામપુરના પી.આઈ મછાર પીએસઆઇ કલાસવા જિલ્લા પોલીસવાળા ના માર્ગદર્શન હેઠળ ઘર ફૂડ ચોરીમાં આરોપીને પકડવામાં આવેલા હતા અને વધુ તપાસ હાથ ધરાઈ હતી