ઇલ્યાસ શેખ, સંતરામપુર
સંતરામપુર નગરમાંથી ડુબલીકેટ મહેંદીનું વેચાણ કરતો વેપારી ઝડપાયો..
સંતરામપુર તા.29
સંતરામપુર નગરમાં મેન બજારમાં ધર્મસાની બાજુમાં અંબિકા પૂજા સ્ટોર નામની દુકાન ચાલી રહેલી હતી તે દરમિયાનમાં અમદાવાદના વેપારી અને સેલ્સમેન અચાનક સંતરામપુરમાં તપાસ દરમિયાનમાં અમીરભાઈ દીદારભાઈ સરાણી પ્રોડક્શન અને એજન્સી મહેંદીની ધરાવે છે ડુબલીકેટ મહેંદીનું વેચાણ કરતા નરેન્દ્રભાઈ શાંતિલાલ પાલીવાવ વેપારી ની દુકાનમાં ઇમ્પેક્ષ કંપનીની જબ જુલ ્ફ એ એ હિના નામની માર્કા વાળી મહેંદી ના પાવડર ડુબલીકેટ પેકેટ નંગ 74 મળી આવેલા હતા જેમાં એક પેકેટમાં કિંમત રૂપિયા સો રૂપિયા લેખે ગણતરી મારતા 7400 નો મુદ્દા માલ કબજે કરવામાં આવેલો હતો અને ડુબલીકેટ માલનો વેચાણ કરી રહેલા હતા અમદાવાદ કંપનીના મેનેજર એ પહોંચાડી તપાસ કરેલી હતી અમદાવાદ પેકિંગ અને અન્ય ડુબલીકેટ પેકિંગ જોવાયો બંનેમાં સરખું જોવાયેલું હતું. પરંતુ તપાસ દરમિયાનમાં બંને વસ્તુ અલગ જોવા મળી રહ્યું હતું આ અંગેની સઘન તપાસ કરતા અને વેપારની પૂછપરછ દરમિયાનમાં ડુબલીકેટ માલ ગોધરાના વેપારી પાસેથી લીધેલી હોવાનું જણાવેલું હતું પૂજા અંબિકા સેલ્સ વેપારીને સંતરામપુર પોલીસે અટકાયત કરીને કસ્ટડીમાં મૂકવામાં આવેલા હતા પરંતુ સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નામચીન પ્રોડક્ટ પણ ડુબલીકેટ વેચાણ નું પ્રમાણ વધારે જોવાયેલું છે ગ્રામ્ય વિસ્તારમાં હોલસેલ વેપારીઓ ઘરે ઘરે ડીલેવરી કરીને આ રીતે ડુબલીકેટ પ્રોડક્ટનું વેચાણ વધી રહેલું છે સંતરામપુરમાં હર્બલ સ્પેરપાર્ટ ડિટરજન્ટ ટોચ વગેરે સંખ્યાબંધ વસ્તુઓ હજુ પણ માર્કેટમાં ધૂમ ડુબલીકેટ વેચાણ થઈ રહ્યું છે પોલીસ જો સઘન તપાસ કરવામાં આવે અને દરેક દુકાનોની તપાસ કરાય તો ઘણી બધી ચીજ વસ્તુઓ બહાર આવી શકે તેમ છે ફોટો