સંતરામપુર ખાતે શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરનો સત્કાર સહ શૈક્ષણિક સંવાદસેતુ કાર્યક્રમ યોજાયો.
દાહોદ તા.24
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુર ખાતે માનનીય કેબિનેટ મંત્રી પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ આદિજાતિ વિકાસના મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરનો સત્કાર સહ શૈક્ષણિક સંવાદસેતુ કાર્યક્રમ યોજાયો .જેમાં તેમનો આવકાર ટીમલી નૃત્ય દ્વારા કરવામાં આવ્યું હતું.તેમનું સામયું કરવા માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યશ્રી ડૉ.
કે.ટી.પોરાણીયા સહિત જિલ્લાના તમામ અધિકારીઓ,ડી.એલ.એડ.ના તાલીમાર્થીઓ દ્વારા તેમનો આવકાર કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના , સ્વાગતગીત તેમજ દીપપ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. જેમાં ડાયટના પ્રાચાર્યશ્રી ડૉ. કે.ટી.પોરાણીયાએ આવેલા મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ કેબિનેટ મંત્રીએ ફૂલો ,હાર, કે ગુલદસ્તાના બદલે તેમને નોટબુક અને ચોપડો સારો વિકલ્પ સારો છે તેવું એમને સંકલ્પ કર્યો હતો. તેમાં સન્માનના પ્રતીક સ્વરૂપે ભગવતગીતા અને ફુલસ્કેપ ચોપડા, કલમ ફૂલથી અને કલમહારથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ મહાનુભાવોના વ્યક્તવ્યને સાંભળ્યા હતા.ડૉ.કે.ટી.પોરાણીયા સાહેબે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ગુજરાતના શિક્ષણના દશા અને દિશા બદલાવ માટે નિયુક્ત થયા છે. આ સાથે મંત્રીઓ અને અધિકારીઓએ સાહેબની કામગીરીની અંગે ચર્ચા કરી હતી. ત્યારબાદ શિક્ષણમંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરે વધુમાં કહ્યું હતું કે તેઓ ગુજરાતના શિક્ષણમાં ખૂબ સારો ફેરફાર કરશે તેઓ સમગ્ર ગુજરાતના વિધાર્થીઓ માટે સતત ચિંતિત અને પુરી નિષ્ટા સાથે તેઓ કામગીરી કરશે તેની શરૂઆત સંતરામપુર તાલુકામાંથી જ કરશે ,આ સાથે તેઓ તમામ શાળાઓની મુલાકાત કરશે,તેઓ પોતાના જિલ્લાને સમગ્ર ગુજરાતમાં શિક્ષણ પ્રથમ ક્રમાંક ઉપર આવે તેવા પ્રયત્નો રહશે . કેબિનેટ મંત્રીશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરે ઉપસ્થિત લોકોનું અભિવાદન ઝીલીને જણાવ્યું હતું કે, જેમ મા-બાપને આભારી હોઈ છે અને વ્યક્તિનું જીવન ગુરુજનને આભારી છે. જે દરેક શિક્ષકે મારુ ઘડતર કર્યું છે તે દરેક શિક્ષકોને હું આજે પણ યાદ કરું છું. શિક્ષક કર્મોથી બ્રાહ્મણ હોઈ છે.વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, બધા સાથે મળીને વિવિધ નવા પ્રોજેકટ, પ્રવૃતિ ઉપલબ્ધી અને ટેકનોલોજી સાથે નવી ઓળખ ઉભી કરી શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન લાવીશું અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લાની દરેક શાળાઓ સ્વચ્છ રાખી સ્વચ્છ ભારત બનાવીએ તેવી ઉપસ્થિત શિક્ષકો અને બાળકોને અપીલ કરી હતી. ડાયટ પરીવાર તરફથી તેમને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યા હતા.તેઓના વરદ હસ્તે અધિકારીઓ,અધ્યાપકો,વિદ્યાર્થીઓને સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુરના પ્રાચાર્યશ્રી ડૉ. કે.ટી.પોરાણીયા સહિત પ્રાંત અધિકારીશ્રી કૌશિક જાદવ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી અવનીબા મોરી, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી બાબુભાઇ પટેલ, રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ મહામંત્રીશ્રી સતિષભાઈ પટેલ,ડી.ડી.ઓ, ટી.ડી.ઓ,ટી.પી.ઓ,મામલતદાર ,સિનિયર લેક્ચરર ડૉ. એ.વી.પટેલ, ડૉ. હર્ષદભાઈ પટેલ ,અધ્યાપકો, સી.આર. સી, બી.આર. સી તેમજ બાલાસિનોર,લુણાવાડા ,સંતરામપુર,ખાનપુર,કડાણા,વિરપુર તાલુકાના પ્રાથમિક અને માધ્યમિકના આચાર્યો તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો ,ડી.એલ.એડના તાલીમાર્થીઓ તેમજ મુરલીધર શાળા અને પાદરી ફળિયા શાળાઓના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આભારવિધિ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી પી.એન.મોદી દ્વારા કરવામાં આવી હતી. અંતમાં રાષ્ટ્રગીત બોલીને કાર્યક્રમ ખૂબજ દબદબાભેર સંપન્ન થયો હતો.