
સંજેલીના કરંબાથી બોડાડુંગર રોડ પર રેતી ભરેલા ટ્રકચાલકે કાબૂ ગુમાવતા નાળામાં ખાબકી,ચાલકનો આબાદ બચાવ.
સંજેલી તા. 21
દાહોદ જીલ્લાના સંજેલી તાલુકાના કરંબાથી બોડાડુંગર મુખ્ય રોડ પર રેતી ભરેલી ટ્રકના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક નાળામાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો.
મળતી માહિતી પ્રમાણે સંજેલી તાલુકાના કરંબા થી બોડાડુંગર મુખ્ય રોડ પર આવેલી સરકારી સસ્તા અનાજની દુકાન નજીક બોડાડુંગર ગામની નદી પર આવેલા નાળા પર અકસ્માત સર્જાયો હતો, રેતી ભરેલી ટ્રક રાણા પરથી પસાર થતી વખતે ટ્રક ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક નદી પર બનાવેલા નાણામાં ખાબકી હતી, ટ્રક નાળામા ખાબકતા ટ્રક ચાલક સમય સુચકતા વાપરી ટ્રક માંથી કુદી જતા આબાદ બચાવ થયો હતો, નાળા પર ટ્રક પલ્ટી જતા વાહન વ્યવહારને અસર પહોંચી હતી. સ્થાનિકોએ ટ્રકને સાઈડમા ખસેડવાની કામગીરી કરી રસ્તા પરની અવર જવર શરુ કરાવી હતી. ઘટનામા કોઈ જાનહાની થવા પામી ન હતી.