
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
આ નવજાતશિશુ કોનું હશે અને કોણ આ ફેંકી ગયું તેની તપાસનો ધમધમાટ શરૂ..?
ધુલ કા ફુલ:સંજેલીના ST બસ સ્ટેન્ડ ખાતે 15 દિવસનું નવજાત શિશુ મળી આવતા ચકચાર.
ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામી
બાળકને વધુ સારવાર માટે દાહોદ ઝાયડસ ખાતે રીફર કરવામાં આવ્યું.
સંજેલી તા.૨૩
સંજેલી નગરમાં નવીન બસ સ્ટેન્ડ ખાતે આજરોજ વહેલી સવારે નવ વાગ્યાના અરસામાં નિષ્ઠુર જનેતા 15 દિવસનાં નવજાત બાળક મૂકીને જતી રહેતા ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી મળતી અનુસાર આ નવજાતશિશુ બાળક સંજેલી નવીન બસ સ્ટેન્ડ ખાતે જાહેર રસ્તાની બાજુમાં જોવા મળી હતી. જાહેર રસ્તાની બાજુમાં પસાર થતાં લોકોમાં આ દ્રશ્યો જોતા આ વાત વાયુવેગે ફેલાઈ જવા પામી હતી.ગ્રામજનો અને સ્થાનીક લોકો ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડયાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં સ્થાનીક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.સમગ્ર મામલે સ્થાનીક પોલીસ દ્વારા ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.સંજેલી નગરમાં કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ભર બજારે નવીન બસ સ્ટેન્ડ ખાતે એક થેલીમાં ભરી ફેંકી જઈ અજાણ્યા ઈસમો ફરાર થઈ જતાં પંથકમાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામ્યો છે. ઘટનાને પગલે સ્થાનીક પોલીસ ઘટના સ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ આરંભ કર્યો છે.