
મહેન્દ્ર ચારેલ, સંજેલી
વેલેન્ટાઇન ડે નહિ પરંતુ બ્લેક ડે નિમિતે શહીદોને શ્રદ્ધાજલિ આપી મૌન પાળવામાં પાળીયુ.
સંજેલી તાલુકાની શ્રધ્ધા વિદ્યાલય સંજેલી ખાતે શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી..
સંજેલી
સંજેલી તાલુકામાં ઠાકોર ફળિયામાં આવેલી યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રધ્ધા વિદ્યાલય કાર્યરત છે જેમાં ધોરણ ૧ થી ૮ સુધીના બાળકો અભ્યાસ કરે છે તેમજ શિસ્ત, કલા અને સંસ્કારના મૂલ્યો શીખવાડવામાં આવે છે સાથે સાથે એકલવ્ય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા, જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા તેમજ NMMS પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે. શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલીખાતે મંગળવારના રોજ બાળકોમાં દેશભક્તિ જાગૃત થાય તેમજ દેશના જવાનો પ્રત્યે આદરભાવ જાગે તેવા હેતુસર વેલેન્ટાઇન ડે નહિ પરંતુ બ્લેક ડે નિમિતે શહીદોને શ્રદ્ધાજલિ આપી મૌન પાળવામાં આવ્યું હતું.૧૪મી ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન દિવસ આંધળી દોટ મૂકી પ્રેમ પ્રેમના ગીતો ગાવામાં આવે છે. ત્યારે યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલીના આચાર્ય શ્રી દિલીપકુમાર એચ.મકવાણા દ્વારા શાળાના કેમ્પસમાં આજનો દિવસ ૧૪ ફેબ્રુઆરી બ્લેક ડે તરીકે શા માટે ઉજવવામાં આવે છે તે વિષય પર બાળકોને પૂરતી માહિતી આપવામાં આવી હતી. શાળાના આ. શિ સંગાડા અશ્વિનભાઈ સી.દ્વારા માતૃ પિતૃ પૂજન દિવસ વિશે રસપ્રદ માહિતી આપવામાં આવી હતી અને માતા પિતા અને પૂજન વિશે ચર્ચા કરવામાં આવી હતી. આમ શ્રી શ્રધ્ધા વિદ્યાલયમાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.