
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી હોળી ફળિયામાં હોળીના ડાંડાની વિધિવત રોપણી કરવામાં આવી.
સંજેલી તાલુકા સહીત ઠેર-ઠેર હોળીના ડાડાની ગામના પટેલ તેમજ વડીલ દ્વારા કરવામાં આવી.
દાહોદ જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જીલો હોળીના પર્વનું અનેરું મહત્વ છે:એક માસ બાદ એટલે કે ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે હોળીકા દહન કરવામાં આવશે.
આદિવાસી પરંપરા મુજબ વિધિ પૂજા અર્ચના કરિયા બાદ ડાડાની રોપણી કરવામાં આવે છે..
સંજેલી તા.05
આજ રોજ મહા સુદ પૂર્ણિમા એટલે ડાંડા રોપી પૂનમ, આ પૂનમના દિવસે હોળીના પર્વની પૂર્વ તૈયારીના ભાગ રૂપે હોળીના ડાંડાની વિધિવત રોપણી કરવામાં આવતી હોય છે.
આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં હોળીના પર્વનું અનેરું મહત્વ છે. ત્યારે હોળીના પર્વની પૂર્વ તૈયારીના ભાગ રૂપે આજરોજ મહા સુદ પૂનમના દિવસે સંજેલી હોળી ફળીયા ખાતે સાંજે છ વાગ્યાના સુમારે હોળી ચકલા માં શુભ મુર્હુતમાં વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ હોળીના ડાંડાની ભુદેવ દ્વારા પૂજા અર્ચના કરી સંજેલી ગામના પટેલ દિનેશભાઇ ચારેલ ના હસ્તે હોળીના ડાંડાની વિધિવત રોપણી કરવામાં આવી હતી.
આજથી એક માસ બાદ એટલે કે, ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે હોળીકા દહન કરવામાં આવશે. સંજેલી તાલુકાનાં અન્ય ગામોમા પણ હોળીના ડાડાની વિધિવત રોપણી કરવામાં આવી છે.