
મુનિંદ્ર પટેલ :- પીપલોદ
દેવગઢ બારીયા તાલુકાના સંતરોડ નજીક નેશનલ હાઈવે પર કાચું ડીઝલ ભરેલું ટેન્કર પલટી મારતા આસપાસના સ્થાનિકોએ ડીઝલની લૂંટ ચલાવી..
પીપલોદ તા.27
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના સંતરોડ નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે ઉપર ગોધરા તરફથી આવતું ડીઝલ ભરેલું ટેન્કર પલ્ટી મારતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ ભેગા થયેલા આસપાસના લોકોએ ટેન્કર માંથી ઢોલાતા ડીઝલની લૂંટ ચલાવવા માટે પડાપડી કરી હતી જોકે સદનશીબે આ ઘટનામાં કોઈ જાનહાની બનવા પામી ના હતી
પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢ બારીયા તાલુકાના સંતરોડ નજીક ગોધરાથી દાહોદ તરફ આવતા GJ 12 BX 4820 નંબરના ડીઝલ ભરેલું ટેન્કરના ચાલક પોતાનું વાહન પૂરઝડપે તેમજ ગફલત ભરી રીતે હંકારી લાવતા સંતરોડ નજીક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાચું ડીઝલ ભરેલું ટેન્કર રોડની સાઈટમાં પલ્ટી મારતા ટેન્કરમાંથી ડીઝલ ખેતરમાં વેરાવા લાગ્યું હતું તે સમયે આસપાસમાં ભેગા થયેલા લોકોએ ડીઝલની લૂંટ ચલાવી હતી જોકે આ બનાવમાં સદભાગ્યે કોઈ જાનહાની બનવા પામી ના હતી ત્યારે આ ઘટનાની જાણ નેશનલ હાઇવે ઓથોરિટી ને થતા તેમના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરાઈ હતી જેથી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ડીઝલ લેવા આવેલા લોકોને ત્યાંથી હટાવ્યા હતા જોકે સમાચાર લખાઈ છે ત્યાં સુધી આ મામલે કોઈ પણ જાતની પોલીસ ફરિયાદ નોંધાવા પામી ના હતી..