દાહોદ જિલ્લામાં મેઘરાજાનું આગમનથી વરસાદી માહોલ;હડફ નદીમાં નવા નીરથી ખેડૂતોમાં ખુશી.!

Editor Dahod Live
1 Min Read

દાહોદ જિલ્લામાં મેઘરાજાનું આગમનથી વરસાદી માહોલ;હડફ નદીમાં નવા નીરથી ખેડૂતોમાં ખુશી

દાહોદ તા.24

સમગ્ર દાહોદ જિલ્લામાં મેઘરાજાએ લાંબા વિરામ બાદ એન્ટ્રી કરતાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે લાંબા સમયથી| કાળઝાળ ગરમી અને ઉકળાટથી પરેશાન લોકોને રાહત મળી છે.

 

લીમખેડા તાલુકાની હડફ નદીમાં નવા નીર આવતા સ્થાનિકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. નદીમાં પાણીની આવક શરૂ થતાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઉત્સાહનો માહોલ સર્જાયો છે.સારા વરસાદને કારણે ખેડૂતોમાં નવી આશા જાગી છે. ખેતરોમાં વાવેલા પાકને નવજીવન મળતાં કૃષ િ પ્રવૃતિ્તઓને વેગ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે.બીજી તરફ, હવામાન વિભાગે દાહોદ જિલ્લામાં આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કર્યું છે. જિલ્લા વહીવટી તંત્રને પણ સતર્ક રહેવા અને જરૂરી સાવચેતીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.હાલ જિલ્લાના અનેક ડેમ, તળાવો અને કૂવાઓમાં પાણીની આવક શરૂ થઈ છે. જો અઆગામી દિવસોમાં પણ વરસાદ યથાવત રહેશે તો જળાશયોમાં જળસંગ્રહ વધવાની સાથે પીવાના પાણી અને સિંચાઈની| સમસ્યામાં પણ નોંધપાત્ર રાહત મળવાની આશા સેવાઈ રહી છ

Share This Article