મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી તાલુકા કન્યાશાળામાં શિક્ષકદિનની ભાવભીની ઉજવણી
સંજેલી તા. 8
તાલુકા કન્યાશાળા સંજેલી ખાતે શિક્ષકદિનની ઉત્સાહભેર અને ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો પ્રારંભ વહેલી સવારે “ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરઃ” પ્રાર્થનાના પઠન સાથે કરવામાં આવ્યો હતો.
શિક્ષકદિન નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકો પ્રત્યે આદર અને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. શિક્ષકોના જીવનમાં રહેલા મહત્વ અને વિદ્યાર્થીઓના ઘડતરમાં તેમની ભૂમિકા અંગે વિવિધ પ્રવૃત્તિઓ તથા સંદેશાઓ રજૂ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન “સારા શિક્ષકો જીવનમાં પ્રકાશ પાથરે છે” તેમજ “શિક્ષક એ દીવો છે, જે પોતે બળીને બીજાના જીવનમાં પ્રકાશ ફેલાવે છે” જેવા પ્રેરણાદાયી વિચારો સાથે શિક્ષકોના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું.
શિક્ષકો માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપતા નથી, પરંતુ વિદ્યાર્થીઓને જીવનના પડકારોનો સામનો કરવાની દિશા અને સંસ્કાર પણ આપે છે. શિક્ષકદિનની આ ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં ગુરુ પ્રત્યે સન્માન અને કૃતજ્ઞતાની ભાવના વધુ મજબૂત બની હતી.
રિપોર્ટર મહેન્દ્ર ચારેલ
