ગૌરવ પટેલ, લીમખેડા
લીમખેડા તાલુકાના વિસલંગા ગામના પ્રેમી પંખીડાએ ઉમરીયા ડેમના પાણીમા પડતુ મૂક્યું..
દાહોદ, તા.૭
લીમખેડા તાલુકાના વીસલંગા ગામના ૧૮ વર્ષનો છોકરો તથા ૧૬ વર્ષની છોકરી એમ બંને જણા વચ્ચે પ્રેમ સંબંધ હોઈ સાથે રહેવા મળશે નહી તેમ વિચારી ઘરેથી નીકળી જઈ પટવાણ ગામે આવેલ ઉમરીયા ડેમના પાણીમા પડતુ મુકતા બંને જણા ડુબી જતા તેતે બંનેના મોત નિપજતા તે બંનેની લાશ ત્રીજે દિવસે ડેમના પાણીમાંથી મળી આવતા પંથકમા પાણીમાંથી મળી આવતા પંથકમા ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગત અનુસાર લીમખેડા તાલુકાના વીસલંગા ગામની ૧૬ વર્ષની ઉંમરની સંજનાબેન નરેશભાઈ મથુરભાઈ પરમાર અને ૧૮ વર્ષની ઉંમરના વિજયભાઈ વાલીયાભાઈ માવી વચ્ચે પ્રેમ સંબંધ હોઈ બંને જણાનો સમાજ આ પ્રેમ સંબંધ સ્વીકારવા તૈયાર ન હોઈ તે બંનેને સાથે રહેવા મળશે નહ ી તેમ વિચારી તે બંને જણા ગત તા.૪.૬.ર૦રરના રોજ વહેલી પરોઢના ચાર વાગ્યાના સુમારે ઘરેથી નીકળી ગયા હતા અને પટવાણ ગામે આવેલ ઉમરીયા ડેમ પર આવ્યા હતા અ ને સાથ જીયેંગે સાથ મરેંગેના કોલ સાથે ઉમરીયા ડેમના પાણીમા બંને પ્રેમી પંખીડાએ એક સાથે મોતનો ભુસ્કો માર્યો હતો અને ડેમના પાણીમા ડુબી જવાથી તે બંનેની મોત નિપજ્યું હતુ. અને ત્રીજે દિવસે તે બંને પ્રેમી પંખીડાની લાશ ડેમના પાણીમાં તરતી નજરે પડતા આ અંગેની જાણ લીમખેડા પોલીસ સ્ટેશને કરતા લીમખેડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બંને પ્રેમી પંખીડાની લાશ ગામ લોકોની મદદથી ડેમના પાણીમાંથી બહાર કાઢી પંચો રૂબરૂ પંચનામુ કરી બંને લાશને પીએમ માટે મોલી આપી પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.