
રાહુલ ગારી, ગરબાડા
પતિના ત્રાસથી વાજ આવા પરણિતાએ મહિલાએ ગળે ફાંસો ખાધો
દાહોદ. તા.૮
પરપુરૂષ સાથેના આડા સંબંધનો શક રાખી તેમજ ચોકરો ન હોવાથી પતિ દ્વારા અવાર નવાર મહેણાટોણા મારી શારીરીક અને માનસીક ત્રાસ આપી મરવા માટે મજબુર કરવામાં આવતા દાહોદ તાલુકાના મંડાવાવ ગામની ૨૩ વર્ષીય પરણી મહિલાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાનું જાણવા મળ્યું છે . પ્રાપ્ત વિગત અનુસાર ગરબાડા તાલુકાના નઢેલાવ ગામના ધુળ મોવડી ફળિયામાં રહેતા સરદારભાઈ કસનાભાઈભાભોરની દીકરી વર્ષીય ઉર્મિલાબેનના લગ્ન પાંચેક વર્ષ અગાઉ મંડાવાવ ગામના પટેલ ફળિયામાં રહેતા વિશાલભાઈ રામસીંગભાઈ માવી સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા ઉર્મિલાબેનના પતિ વ્હેમીલો હોઈ ઉર્મિલાબેનને અન્ય પુરૂષો જોડે આડા સંબંધ હોવાના શક વ્હેમ રાખી તેમજ ઉર્મિલાબેનને છોકરા ન હોવા સંબંધ અવાર નવાર મહેણાટોણા મારી શારીરીક અને માનસીક ત્રાસ આપી મરવા માટે મજબુર કરતા ઉર્મિલાબેને પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
આ સંબંધે મરણજનાર ઉર્મિલાબેનની માતા રૂપલીબેન સરદારભાઈ ભાભોરે દાહોદ તાલુકા પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલિસે આ સંબંધે મરણજનાર ઉર્મિલાબેનના પતિ વિશાલભાઈ રામસીંગભાઈ માવી વિરૂધ્ધ ઈપિકો કલમ ૩૦૬ , ૪૯૮ ( ક ) , મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે .