
લીમખેડા તાલુકાના મોટી બાંડીબારમાં તસ્કરોએ કેબીન (ગલ્લા) માંથી 6 હજારની માલમત્તા પર હાથફેરો કર્યો…
દાહોદ તા.10.
લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામે ચોરીના ઈરાદે ત્રાટકેલા અજાણ્યા તસ્કરોએ એક કેબીન (ગલ્લા) નું તાળું તોડી રોકડ રકમ તેમજ અન્ય સરસામાન મળી 6500 રૂપિયાની માલમત્તા પર હાથફેરો કરી નાસી છૂટ્યાં જાણવા મળે છે.
વધુ મળતી માહિતી પ્રમાણે લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામના કથા ફળિયામાં રહેતા હિંમતભાઈ મનસુખભાઈ રાવતના લોંખડ ના કેબીનને ગત તા.8 મી જાન્યુઆરીની રાત્રે ચોરીના ઈરાદે ત્રાટકેલા તસ્કરોએ લોખંડના કેબીનને તાળું તોડી કેબિનમાં મુકેલ 5,000 રૂપિયાની રોકડ રકમ, તેલનો ડબ્બો બિસ્કુટ, સેવ ચવાણું પાન પડીકી સાબુ વગેરેના પેકેટને મળી કુલ 6500 ના મુદ્દામાલ પર હાથફેરો કરી રાત્રે અંધારામાં નાસી છૂટયા હતા.
ઉપરોકત બનાવ સંદર્ભે હિમ્મતભાઈ રાવતે ફરિયાદ નોંધાવતા લીમખેડા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.