Sunday, 08/09/2024
Dark Mode

લીમખેડા પોલીસ મથકમાં મધરાતે બનેલી ઘટનાથી પોલીસબેડામાં ખળભળાટ:પોલીસ કર્મચારીઓને ઝોંકું આવ્યુંને સગીર પ્રેમીપંખીડા ફરાર થયાં..

April 15, 2023
        2474
લીમખેડા પોલીસ મથકમાં મધરાતે બનેલી ઘટનાથી પોલીસબેડામાં ખળભળાટ:પોલીસ કર્મચારીઓને ઝોંકું આવ્યુંને સગીર પ્રેમીપંખીડા ફરાર થયાં..

ગૌરવ પટેલ :- લીમખેડા

લીમખેડા પોલીસ મથકમાં મધ્યરાત્રીએ બનેલી ઘટનાથી પોલીસબેડામાં ખળભળાટ.

પોલીસ કર્મચારીઓને ઝોંકું આવ્યુંને સગીર પ્રેમીપંખીડા ફરાર થઇ ગયા..

બંનેને લીમખેડા પોલીસ મથકમાં મેડિકલ પરીક્ષણ માટે રખાયા હતા

લીમખેડા તા.14

લીમખેડા તાલુકાના ચેડિયા ગામના બે સગીર પ્રેમી પંખીડા પોલીસના જાપ્તામાંથી રાત્રિના અઢી વાગ્યાના સુમારે ફરજ પરના પોલીસ કર્મચારીઓની નજર ચૂકવી ભાગી જતાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસ કર્મચારીઓને ઝોંકુ આવી જતાં આ ઘટના સર્જાઇ હતી. લીમખેડા પોલીસે આ મામલે અપહરણ અને પોલીસ જાપ્તામાંથી ફરાર થવાના બે જુદા-જુદા ગુના દાખલ કરીને ફરાર પ્રેમી પંખીડાની શોધખોળ શરૂ કરી હતી.

લીમખેડા તાલુકાના ચૈડીયા ગામનો સગીર યુવક ગત 24મી માર્ચના રોજ તેની સગીર પ્રેમિકાને પટાવી ફોસલાવી કાયદેસરના વાલીપાણામાંથી પત્ની બનાવવાના ઇરાદે અપહરણ કરી લઈ ભાગી ગયો હતો.ત આ સગીરાને મોરબી ખાતે લઇ જઇ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. જેથી સગીરાના પિતાએ સોમવારે પોલીસે તપાસ બાદ બંને સગીર વિરુદ્ધ લીમખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. લીમખેડા પોલીસે ત્યારબાદ બંને સગીર  પંખીડાઓને ઝડપી પાડ્યા હતા. મેડિકલ પરીક્ષણ કરાવવાનું હોવાથી ગુરુવારે બન્નેને લીમખેડા પોલીસ મથકમાં રાખવામાં આવ્યા હતા. રાત્રિના સમયે બંને સગીર પ્રેમી પંખીડાઓને અલગ અલગ રૂમમાં રાખી પોલીસ પહેરો ભરી રહી હતી. તે દરમિયાન રાત્રે અઢી વાગ્યાના સમયે પોલીસ કર્મચારીઓને ઝોંકુ આવી ગયુ હતું. આ બાબતનો લાભ લઈને બંને સગીર પ્રેમી પંખીડા ફરજ પરના પોલીસ કર્મચારીઓના જાપ્તામાંથી ભાગી ગયા હતા. જેના કારણે લીમખેડા પોલીસબેડામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો.

સગીરાના પિતાએ વધુ એક અપહરણની ફરિયાદ નોંધાવી

પોલીસ મથકમાં રાત્રે બંનેને રખાયા હતા. તે વખતે સગીરાના પિતા સહિતના લોકો પણ પોલીસ મથકમાં જ હતાં પરંતુ પોલીસ કર્મચારીઓ સાથે તેમની પણ ઉંઘ લાગી ગઇ હતી.જેથી તકનો લાભ લઇને બંને ભાગી ગયા હતાં. સોમવારના રોજ અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ બાદ પોલીસ મથકમાંથી ફરાર થઇ જતાં વધુ એક અપહરણની ફરિયાદ સગીરાના પિતા દ્વારા નોંધાવવામાં આવી હતી.જોકે લીમખેડા તાલુકામાંથી એક વખત ભાગી ગયા બાદ પકડી લાવીને પોલીસ મથકમાં રાખતાં સગીર પ્રેમી – પંખીડા પકડાયા સાથે જ બીજી વખત પણ ભાગી ગયા છે. ત્યારે આ ભાગી જનારા પ્રેમી પંખીડાઓની ઉંમર એક સરખી 16 વર્ષ હોવાનું જાણવા મળ્યુ છે. દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાંક સમયથી સગીર વયની છોકરીઓને પત્ની તરીકે રાખવા માટે ભગાવી જવાની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. તેમાં ભગાવી જનારાઓ છોકરાઓ પણ પુખ્તવયના હોતા ન હોવાનું સામે આવે છે.મચી જવા પામ્યો છે. લીમખેડા પોલીસ મથકના પોસઇ એન.પી.સેલોતે યુવક વિરુદ્ધ લીમખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જાપ્તામાંથી ફરાર થનાર ગુનો નોંધી તેમની પુન: શોધખોળ શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!