Friday, 25/04/2025
Dark Mode

કોરોના સંક્રમણ મામલે દાહોદ જિલ્લાની પરિસ્થતિ વણસી:આજે 60 નવા દર્દીઓના ઉમેરા સાથે છેલ્લા ચાર દિવસમાં કોરોનાનો આંક 250 નજીક પહોંચ્યો:વધુ 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો 

કોરોના સંક્રમણ મામલે દાહોદ જિલ્લાની પરિસ્થતિ વણસી:આજે 60 નવા દર્દીઓના ઉમેરા સાથે છેલ્લા ચાર દિવસમાં કોરોનાનો આંક 250 નજીક પહોંચ્યો:વધુ 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો 

  જીગ્નેશ બારીયા :- દાહોદ 

  • કોરોના સંક્રમણ મામલે દાહોદ જિલ્લાની પરિસ્થતિ વણસી
  • આજે નવા 60 દર્દીઓના ઉમેરા સાથે છેલ્લા ચાર દિવસમાં કોરોનાનો આંક 250 નજીક પહોંચ્યો:વધુ 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો 
  • વેન્ટિલેટર તેમજ ઓક્સીજનની જરૂરિયાત વાળા દર્દીઓની હાલત કફોડી બની
  • કોરોનાના કેસોમાં થઇ તોતિંગ વધારાથી ઝાયડસ સહિત શહેરના ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થવાની કગાર પર
  • લગ્નસરા સહિતના મેળાવડાના કારણે અર્બન વિસ્તાર સહીત ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણમાં રોકેટગતીના વધારાથી પરિસ્થિતિ વધુ ભયાવહ
  • આરોગ્ય વિભાગ તેમજ સ્થાનિક વહીવટી તંત્રના  સતત પ્રયાસો બાદ પણ કોરોનાના કેસોમાં થઇ રહેલા રોકેટ ગતિના વધારો:તંત્ર લાચાર, શહેર-જિલ્લાની પરિસ્થિતિ દિવસેને દિવસે બદ થી બદતર થવાની દિશામાં 

દાહોદ તા.૧૭

દાહોદ જિલ્લામાં આજે વધું ૬૦ કોરોના સંક્રમીત દર્દીઓ નોંધાયાં છે. દિનપ્રતિદિન વધતાં કેસોને જાેતા લાગી રહ્યું છે કે, જિલ્લામાં કોરોના સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહી છે અને ચિંતાનો માહોલ પણ સર્જાવા પામ્યો છે. આજે વધુ ૦૪ દર્દીઓએ કોરોનાથી દમ તોડતાં જિલ્લામાં અત્યાર સુધી કુલ ૧૪૪ લોકો જીવ ગુમાવી ચુંક્યાં છે.

આર.ટી.પી.સી.આર.ના ૬૨૪ પૈકી ૪૧ અને રેપીટ ટેસ્ટના ૧૯૯૮ પૈકી ૧૯ એમ કુલ ૬૦ કોરોના દર્દીઓ નોંધાયાં છે. આજે આ ૬૦ દર્દીઓ પૈકી દાહોદ અર્બન વિસ્તારમાં રેકોર્ડ બ્રેક ૧૭ દર્દીઓ સામે આવ્યાં છે ત્યારે દાહોદ ગ્રામ્ય વિસ્તારમાંથી ૧૦, ઝાલોદ ગ્રામ્યમાંથી ૦૩, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૬, લીમખેડામાંથી ૦૬, સીંગવડમાંથી ૦૧, ગરબાડામાંથી ૧૦, ધાનપુરમાંથી ૦૪, ફતેપુરામાંથી ૦૧ અને સંજેલીમાંથી ૦૨ કેસ નોંધાયાં છે. ખાસ કરીને વધતાં કેસોને જાેતા કોરોના સંક્રમણ ગ્રામીણ વિસ્તારોમાં પગપેસારો કરી ચુંક્યો છે અને રોજેરોજ ગ્રામીણ વિસ્તારોમાં કેસો વધતાં હોવાનું જણાઈ આવ્યું છે. આ એક વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય તો છે જે સાથે જ જિલ્લાવાસીઓ માટે પણ ચિંતાનો વિષય છે. વધતાં કેસોની સાથે એક્ટીવ કેસોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. એક્ટીવ કેસો વધીને ૪૧૦ થઈ ગયાં છે. સરકારી દવાખાના હાઉસ ફુલ થઈ ગયાં છે. આજે વધુ ૦૪ દર્દીઓએ કોરોનાથી મૃત્યુ થતાં કુલ મૃત્યુ આંક ૧૪૪ને આંબી ગયો છે.

———————————–

error: Content is protected !!