સુમિત વણઝારા, લીમડી
લીમડી પોલીસે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો: બુટલેગર ફરાર…
ઝાલોદ તાલુકાના પીપળીયા ગામે રહેણાક મકાનમાં લીમડી પોલીસે દરોડો પાડી 37,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન અંગેનો ગુનો દાખલ કર્યો છે.
ઝાલોદ તાલુકાના પીપળીયા ગામના ડાંગી ફળિયાનો રહેવાસી મુકેશભાઈ બાબુભાઈ નીનામા પોતાના રેણાક મકાનમાં વિદેશી દારૂનો વેપલો કરતો હોવાની જાણ લીમડી પોલીસને થતા લીમડી પોલીસ મથકના પી.એસ.આઈ એમ એફ ડામોરે બાતમીના આધારે રેહણાક મકાનમાં ધરોડો પાડતા મુકેશ બાબુભાઈ નીનામાં ઘરે હાજર ન મળતા પોલીસે ઘરની તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 280 બોટલો મળી 37,774 નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશનની પ્રવૃત્તિમાં સામેલ મુકેશ નિનામા વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.