Friday, 06/12/2024
Dark Mode

અહો આશ્ચર્યમ… દાહોદમાં વેક્સીનેશનમાં સતત બીજા દિવસે છબરડો જોવા મળ્યો: દોઢ મહિના પહેલા મરણ પામેલી મહિલાને સરકારી રેકર્ડ પર વેક્સીન લાગી

May 31, 2021
        976
અહો આશ્ચર્યમ… દાહોદમાં વેક્સીનેશનમાં સતત બીજા દિવસે છબરડો જોવા મળ્યો: દોઢ મહિના પહેલા મરણ પામેલી મહિલાને સરકારી રેકર્ડ પર વેક્સીન લાગી

જીગ્નેશ બારીયા :-  દાહોદ સૌરભ ગેલોત, સુમિત વણઝારા :- લીમડી 

અહો આશ્ચર્યમ… દાહોદમાં વેક્સીનેશનમાં સતત બીજા દિવસે છબરડો જોવા મળ્યો: દોઢ મહિના પહેલા મરણ પામેલી મહિલાને સરકારી રેકર્ડ પર વેક્સીન લાગી

દાહોદ તા.૩૧

અહો આશ્ચર્યમ... દાહોદમાં વેક્સીનેશનમાં સતત બીજા દિવસે છબરડો જોવા મળ્યો: દોઢ મહિના પહેલા મરણ પામેલી મહિલાને સરકારી રેકર્ડ પર વેક્સીન લાગી

દાહોદ જિલ્લામાં કોરોનાના રસીકરણમાં ભુતકાળમાં પણ અનેક છબરડાઓ સામે આવ્યાં હતાં ત્યારે ગઈકાલે એક છબરડો સામે આવ્યો હતો ત્યારે આજે ફરીવાર વધુ એક ગોટાળાને પગલે લોકોમાં સરકારની કામગીરી પર અનેક સવાલો ઉદ્‌ભવવા પામ્યાં છે. ઝાલોદ તાલુકાના લીમડી નગરની ૭૨ વર્ષીય મૃત મહિલાનું રસીકરણ થઈ ગયું હોવાનો મેસેજ મૃતકના સ્વજનના મોબાઈલ ફોન પર મેસેજ આવતાં અનેક તર્ક વિતર્કોએ જન્મ લીધો છે.

કોરોના મહામારીમાં કોરોના વેક્સિન લોકો માટે આર્શિવાદ સમાન ગણવામાં આવે છે. કોરોનાની બીજી લહેરથી આ વખતે સૌ કોઈ પ્રભાવિત થયાં છે જેને પગલે રસીકરણ માટે પણ લોકોની પડાપડી જાેવા મળી રહી છે ત્યારે સરકાર પણ પોતાનો ટાર્ગેટ પુરો કરવા ધમપછાડાઓ કરતી હોય તેમ લાગી રહ્યું છે બીજી તરફ તાજેતરમાં વડાપ્રધાન મોદીએ કોરોના વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન ફરિયાત ન હોવાનું જણાવ્યું હતું તેની સામે ગુજરાત સરકારે રજીસ્ટ્રેશન ફરજીયાત રહેશેનું વલણ અપનાવ્યું છે. ગુજરાત સરકારના આ ર્નિણય સામે પણ લોકોમાં અનેક સવાલો સાથે કારણોના તર્ક વિતર્કોએ જન્મ લીધો હતો. આ સમગ્ર સંદર્ભે દાહોદ જિલ્લાને લાગે વળગે છે ત્યાં સુધી અન્ય રાજ્ય અને અન્ય જિલ્લાઓની જેમ દાહોદ જિલ્લામાં પણ ભુતકાળમાં થોડા સમય પહેલાં જે વ્યક્તિઓએ કોરોના રસીકરણ માટે રજીસ્ટ્રેશન પણ ન કરાવ્યું હતું તેવા લોકો અને મૃત પામેલ લોકોેને રસીકરણ થઈ ગયું હોવાના મેસેજાે મોબાઈલ ફોન ઉપર આવ્યાં હતાં ત્યારે આવોજ એક વધુ કિસ્સો દાહોદ જિલ્લામાં ફરીવાર બન્યો છે. ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં રહેતી અને દોઢ માસ અગાઉ મૃત પામેલ ૭૨ વર્ષીય મહિલાએ કોરોના રસીકરણનો સેકન્ડ ડોઝ લઈ લીધાનો પરિવારના સ્વજનના મોબાઈલ ફોન ઉપર મેસેજ આવતાં સ્વજનોમાં આશ્ચર્ય ફેલાયું છે. કોરોના રસીકરણના નામે જાણે મસમોટા ગોટાળા સામે આવી રહ્યાં છે અને જાણે સરકાર પોતાનો ટાર્ગેટ પુરો કરવાના ધમપછાડાઓમાં લાગી છે.

——————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!