
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા તાલુકાના મોટી શેરો ચાર રસ્તા પરથી પસાર થતા વાહનમાંથી રૂપિયા 96,840 નો વિદેશી દારૂ ઝડપી પાડતી ફતેપુરા પોલીસ
વિદેશી દારૂ સ્કોર્પીઓ ગાડી તેમજ મોબાઇલ સહિત રૂપિય 3,49,340 નો મુદ્દામાલ ઝડપી પાડતી પોલીસ
પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ફતેપુરા પોલીસે ઝડપી પાડેલ વિદેશી દારૂ
ફતેપુરા તા.31
ફતેપુરા તાલુકાના મોટી શેરો ગામેથી વિદેશી દારૂ નો જથ્થો ભરીને વિદેશી દારૂ રાજસ્થાન તરફથી સ્કોર્પિયો ગાડીમાં ભરીને લઇ જવાતો હોવાની બાતમી રાત્રી પેટ્રોલીંગ દરમિયાન ફતેપુરાના ના પી.એસ.આઇ સી બી બરંડા ને મળતાં પીએસ આઈ સહિત ના સ્ટાફ ના પોલીસ મુકેશભાઈ ઉદેસિંહ. મિલનકુમાર કડવાભાઇ. મુકેશભાઈ નરવતભાઈ. કલ્પેશકુમાર ડાયાભાઈ .વોચ રાખીને ઊભા હતા તે દરમિયાન રાજસ્થાન તરફથી સફેદ કલરની સ્કોર્પિઓ ગાડી નંબર જીજે-23-એ-98 19 ની અંદર બે ઈસમો ઇંગ્લિશ દારૂ લઇ રાજસ્થાન તરફથી કરમેલ ગામે થઈ મોટી શેરો ચાર રસ્તા પર ઉભી રાખતા તપાસ કરતાં વિવિધ વિવિધ માર્કોની રૂપિયા 96 840 તથા સ્કોર્પિઓ ગાડી રૂપિયા 2.50.000 તેમજ મોબાઈલ રૂપિયા 500 મળી ને રૂપિયા 3,49,340 મુદ્દામાલ જપ્ત કરીને આરોપી સુરેન્દ્ર શંકર કોળી રહેવાથી રણીયાર તાલુકો ઝાલોદ તેમજ દાઉદ ઉર્ફે દિનેશ ગજા ડામોર રહેવાથી મધાનિસર તાલુકો ઝાલોદ ની દારૂના ગેરકાયદેસર સાથે પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવેલ છે