
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં પ્રાથમિક શાળાને નિશાન બનાવતા તસ્કરો:ઇલેક્ટ્રિક ઉપકરણો મળી 72 હજારની માલમત્તા પર હાથફેરો…
શાળાનું તાળું તોડી LCD, CPU, સહિતના ઈલેક્ટ્રીક ઉપકરણો પર હાથફેરો કર્યો…
શાળાના આચાર્ય દ્વારા ફરિયાદ નોંધાવતા કતવારા પોલીસ તપાસમાં જોતરાઇ
દાહોદ તા.28
દાહોદ તાલુકાના કતવારા નજીક આગાવાડા પ્રાથમિક શાળામાં ચોરીના મક્કમ ઇરાદે ત્રાટકેલા અજાણ્યા તસ્કરોએ શાળા તાળું તોડી ઈલેક્ટ્રીક ઉપકરણો મળી કુલ 72,000 રૂપિયાના માલમત્તા પર હાથફેરો કરી ભાગી છૂટ્યાનું પોલીસ સુત્રો દ્વારા જાણવા મળેલ છે.
ગત તા.26.01.2022 ના રોજ દાહોદ તાલુકાના કતવારા નજીક આવેલી આગાવાડા પ્રાથમિક શાળામાં ચોરીના ઈરાદે ત્રાટકેલા અજાણ્યા તસ્કરોએ પ્રાથમિક શાળાની ઓફીસ નું તાળું તોડી પ્રવેશેલા તસ્કરોએ 8000 કિંમતનું મોનિટર,2500 કિંમતનું સિપીયુ,1800 રૂપિયાનું લેપટોપ ચાર્જર,250 કિંમતનું કીબોર્ડ,150 કિંમતનું માઉસ,1100 કિંમતનું કેબલ વાયરો, તિજોરીના કબાટમાં મુકેલ 700 રૂપિયાનું માઈક્રોફોન, તેમજ ઓફિસની બાજુમાં આવેલા ધોરણ 8 ના વર્ગખંડનું તાળું તોડી તેમાંથી 55 ઇંચનું 40,000 કિંમતનું એલસીડી ટીવી , 15000 કિંમતનું સિપીયું, કીબોર્ડ, માઉસ, કેબલો વાયરો, ઇલેક્ટ્રિક સગડી મળી કુલ 72,000 ના માલમત્તા પર હાથફેરો કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
બનાવ સંદર્ભે બનાસકાંઠા જિલ્લાના દીયોદર તાલુકાના ગોલવી ગામના તેમજ હાલ 256, લક્ષ્મી નગર દાહોદ ના રહેવાસી શાળાના આચાર્ય કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.