Thursday, 28/03/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના પાટી તથા કંથાગર ગ્રામ પંચાયતના સરપંચો વિરુદ્ધમાં સ્થાનિક નાગરિકો દ્વારા ઉચ્ચસ્તરે વિવિધ રજૂઆતો.

January 28, 2022
        1385
ફતેપુરા તાલુકાના પાટી તથા કંથાગર ગ્રામ પંચાયતના સરપંચો વિરુદ્ધમાં સ્થાનિક નાગરિકો દ્વારા ઉચ્ચસ્તરે વિવિધ રજૂઆતો.

બાબુ સોલંકી :- સુખસર

ફતેપુરા તાલુકાના પાટી તથા કંથાગર ગ્રામ પંચાયતના સરપંચો વિરુદ્ધમાં સ્થાનિક નાગરિકો દ્વારા ઉચ્ચસ્તરે વિવિધ રજૂઆતો.

પાટી ગ્રામ પંચાયતના વિજેતા સરપંચ અલગ-અલગ નામ ધરાવતા હોવા અંગે તથા નિયત મર્યાદા કરતાં વધુ બાળકો ધરાવતાં હોઇ સરપંચ પદેથી ગેરલાયક ઠરાવવા સહિત વર્ષ-2020-21માં નાણાપંચની ગ્રાન્ટ સરપંચની બોગસ સહીથી ઉપાડી ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરાઈ.

કંથાગર ગ્રામ પંચાયતના વિજેતા સરપંચ નિયત મર્યાદા કરતાં વધુ બાળકો ધરાવતાં હોવા અંગે તથા ગત ટર્મમાં સૌચાલયની કામગીરીના નાણાં બારોબાર ઉપાડી વ્યાપકપણે ગેરરીતિથી આચરી હોવાના આક્ષેપ સાથે તપાસની માંગ કરી.

સુખસર,તા.28

ફતેપુરા તાલુકામાં પહેલા રાઉન્ડમાં ૩૨ જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી 19.ડિસેમ્બર-2021 ના રોજ યોજવામાં આવી હતી.જેમાં અનેક ગ્રામ પંચાયતોના ધારણા કરતા અલગ પરિણામો આવતા કેટલાક અસંતુષ્ટ સ્થાનિક નાગરિકો દ્વારા કાયદાનું શરણું લઈ સત્યતા બહાર પાડવા મેદાને પડયા હોવાનું જાણવા મળે છે. જેમાં વધુ બે ગ્રામ પંચાયતોમાં પાટી થતા કંથાગર ગ્રામ પંચાયતના નાગરિકો દ્વારા વિજેતા સરપંચનાઓની વિરુદ્ધમાં વિવિધ બાબતે રજૂઆતો કરી તપાસની માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના પાટી ગ્રામ પંચાયતમાં હાલ યોજાયેલ ગ્રામ પંચાયત ચૂંટણીમાં કિરણકુમાર કાળુભાઈ ડોડીયાર સરપંચ તરીકે વિજેતા થયેલ છે.જેઓની વિરુદ્ધમાં પાટી ગામના માજી સરપંચ નવલસિંહ ગૌતમભાઈ ચારેલે રજૂઆત કરતા જણાવ્યું છે કે, આ વિજેતા સરપંચ વર્ષોથી સસ્તા અનાજની દુકાનનું સંચાલન કરે છે. જેમાં તેનું નામ કિરીટભાઈ ડોડીયાર બતાવે છે.જ્યારે ચૂંટણી લડવા માટે જેઓ પોતાનું નામ કિરણકુમાર ડોડીયારના નામનો ઉપયોગ કરતા હોવાની રજૂઆત કરવામાં આવી છે. ત્યારે એક જ વ્યક્તિ સરકારી દફતરોમાં અલગ-અલગ નામો કઈ રીતે ચલાવી શકે?અને સરકારી તંત્રને ગેરમાર્ગે દોરી પોતાના નામોનો ઉપયોગ કરતા હોય તો તેની તટસ્થ તપાસ કરવા તેમજ તેઓ નિયત મર્યાદા કરતાં વધુ બાળકો ધરાવતાં હોય તેઓને સરપંચ પદેથી ગેરલાયક ઠરાવવા માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
વધુમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે,15 માં નાણાપંચના નાણાં દ્વારા વર્ષ- 2020-21માં આવેલ ગ્રાન્ટ વિવિધ ફળિયા ઓમા મીની એલ.આઇ યોજના,સી.સી રસ્તાઓ તેમજ સૌચાલય બાંધકામની કામગીરી માં વ્યાપક પણે ગેર રીતિ આચરી જે- તે વખતના સરપંચ રસીબેન કાળુભાઈ ડોડીયાર કે જેઓ હાલના વિજેતા સરપંચ કિરણકુમાર ડોડીયારના માતા છે.જેઓની વર્ષ 2020-21 માં બોગસ સહી દ્વારા લાખો રૂપિયાના કામોની મોટાભાગની કામગીરી ઓનપેપર બતાવી નાણા ઉપાડી લઈ ગેરરીતિ આચરી હોવાનો રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવા માંગ પણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
જ્યારે કંથાગર ગ્રામ પંચાયતના હાલના વિજેતા સરપંચ બારીયા રવસીંગભાઈ ભુરસિંગભાઈના ઓની વિરુદ્ધમાં કંથાગર ગામના ભરતભાઈ મોહનભાઈ બારીયાએ રજૂઆત કરતાં જણાવ્યું છે કે,વિજેતા સરપંચ દ્વારા ઉમેદવારી નોંધાવતા સમયે પોતાના હયાત બાળકોની જન્મ તારીખની ખોટી માહિતી આપી ઉમેદવારી નોંધાવી હોવાનું જણાવ્યું છે.તેમજ વધુમાં જણાવ્યુ છે કે, હાલ આ વિજેતા સરપંચને ત્રણ સંતાનો છે. જેમાં ત્રીજા બાળક શિવરાજભાઈની શાળામાં જન્મ તારીખ 12/04/ 2006,ગ્રામ પંચાયતના રેકોર્ડ ઉપર 19/03/2005 જ્યારે આધારકાર્ડમાં જન્મ તારીખ 01/01/2008 જણાવવામાં આવી છે. હાલ આ બાળક નવમા ધોરણમાં અભ્યાસ કરતો હોવાનું પણ જાણવા મળે છે.તો તેની સાચી જન્મ તારીખ કઈ?આમ અલગ-અલગ જન્મતારીખો બતાવી સરકારી તંત્રને ગેરમાર્ગે દોરી ઉમેદવારી નોંધાવતા સરકારી રેકર્ડ ઉપર છેડછાડ કરી ઉમેદવારી નોંધાવેલ હોય તેમની સામે ફોજદારી ધારાધોરણે કાયદેસર ગુનો દાખલ કરવા અને તપાસ બાદ તેઓનો કશુર પુરવાર થાય તો તેઓને સરપંચ પદેથી દૂર કરવા પણ માંગ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે. જોકે આ બાબતે કંથાગર ના ભરતભાઈ બારીયા એ હાઇકોર્ટમાં રિટ દાખલ કરેલ હોવાનું જાણવા મળે છે.
વધુમાં જાણવા મળતી માહિતી અનુસાર ગત ત્રીજી ટર્મમાં સરપંચ તરીકે રવસિંગભાઈ બારીયા કાર્યરત હતા.ત્યારબાદ ગત ટર્મમાં તેમના પત્ની શાંતાબેન રવસિંગભાઈ બારીયા સરપંચ તરીકે હતા.તે દરમિયાન જ્યારથી સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ સૌચાલય બાંધકામનો નિયમ અમલમાં આવેલ ત્યારથી સૌચાલયના બાંધકામગીરીમાં મનસ્વી વહીવટ ચલાવી લાખો રૂપિયાની ગેરરીતિ આચરી સરકારી નાણાંનો વ્યય કરવામાં આવ્યો હોવાની રજૂઆત કરવામાં આવી છે.અને જણાવ્યું છે કે,કંથાગર ગ્રામ પંચાયત દ્વારા માત્ર 20 ટકા જેટલા સૌચાલય નું બાંધકામ કરવામાં આવેલ છે.જેમાં પણ મોટાભાગના શૌચાલયોને ડટની કામગીરી કરવામાં આવેલ નથી.અને અને મોટાભાગના સૌચાલય હાલમાં બિન કાર્યરત છે.તેમ છતાં ગ્રામ પંચાયતમાં સૌચાલયની સો ટકા કામગીરી બતાવવામાં આવી રહી હોવા નો આક્ષેપ કરી રજૂઆત કરવામાં આવી છે.અને ઉપરોક્ત રજૂઆતો પ્રત્યે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ધ્યાન આપવામાં નહીં આવે તો રાજ્ય તથા કેન્દ્ર સરકાર સુધી રજૂઆત કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!