
ઝાલોદના ધારાડુંગરમાં ઝેરી ઘાસ આરોગતા ચાર પશુના મોત,સાતને સારવાર મળતા જીવ બચી ગયો..
ઝાલોદ તા.૦૩
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મીરાખેડીના ધારાડુંગર ગામમાં ઝેરી ઘાસ ખાવાથી ચાર મુંગા પશુઓના મોત નીપજતાં પશુ પાલકોમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ઘટનાને પગલે સ્થાનીક પશુ ચિકિત્સકોની ટીમ ગામમાં દોડી ગઈ હતી.
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ધારાડુંગર ગામના નિશાળ ફળિયામાં રહેતા મુકેશભાઈ પીથાભાઈ ભાભોર તથા જામાભાઈ કલાભાઈ હઠીલાના માલિકીના 11 જેટલા મુંગા પશુઓ ગામના ચરવા તેમજ તળાવમાં પાણી પીવા માટે વહેલી સવારે છોડયાં હતા.ત્યારે બપોર થતા મુંગા પશુઓ ઘરે પરત આવતા મુંગા પશુઓની સંખ્યા ઓછી જોવાતા પશુ માલિકો બેબાકળા થઈ ગયા હતા. ગામમાં તપાસ કરતા ગામના રોડ અને એક ખુલ્લા ખેતરમાં મૃત હાલતમાં ચાર જેટલા મુંગા પશુઓ જોવા મળતા પશુ માલિક પર આભ તૂટી પડ્યું હતું.
પશુઓની સંખ્યા ઓછી જોવાતા પશુ માલિકો બેબાકળા થઈ ગયા હતા. ગામમાં તપાસ કરતા ગામના રોડ અને એક ખુલ્લા ખેતરમાં મૃત હાલતમાં ચાર જેટલા મુંગા પશુઓ જોવા મળતા પશુ માલિક પર આભ તૂટી પડ્યું હતું. જોકે પશુઓના માલિકે તાત્કાલિક આયુવેર્દીક ઈલાજ કરતા કોઈ ફરક ન પડતા ઘટનાની જાણ પશુ ચિકિત્સકને કરવામાં આવી હતી.જેની જાણ થતા પશુ ચિકિત્સકની ટીમ ઘટના સ્થળે પહોંચી સારવાર હાથ ધરતા પશુ ચિકિત્સકે ચાર પશુઓને મૃત જાહેર કર્યા હતા. સાત પશુઓને સારવાર મળતા તે બચી ગયા હતા.મોતનું કારણ પૂછતાં જણાવ્યું કે કોઈ ઝેરી વનસ્પતિ ખાઈ લેવાથી મૂંગા પશુઓના મોત થયા હોવાનું પશુના માલિક તેમજ ગ્રામજનો દ્વારા જણાવ્યુ હતું.