
રાજેશ વસાવે :- દાહોદ
ઝાલોદ તાલુકાના મીરાખેડી નજીક હાઇવે પર ગાડીની અડફેટે મોટરસાયકલ સવાર બે વ્યક્તિઓના મોત..
દાહોદ તા.12
ઝાલોદ તાલુકાના મીરાંખેડી નજીક પૂર ઝડપે આવી રહેલી ફોર વહીલર ગાડીએ મોટરસાઇકલને અડફેટમાં લેતા મોટરસાઇકલ સવાર બન્ને ઇસ્મોને શરીરે જીવલેણ ઈજાઓ પહોંચતા તેઓનું મોત નીપજ્યું હોવાનું પોલીસ સૂત્રો દ્રારા જાણવા મળેલ છે
પ્રાપ્ત માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના મીરાંખેડીના હનુમાન ફળિયાના રહેવાસી રતન ભાઈ તોફાન ભાઈ ડાંગી તેમજ લાલ સીંગ ભાઈ ડાંગી પોતાના કબ્જાની GJ6 JS 8112 નંબરની R15 મોટરસાઇકલ લઈ મીરાંખેડી વશૈયાના ઘરો પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્રણ સમયે પાછળથી પૂરઝડપે આવી રહેલી GJ6 MD 4218 નંબરની ઈકો ગાડીએ રતના ભાઈ ડાંગીની મોટરસાઇકલને જોસભેર ટક્કર મારતા રતના ભાઈ ડાંગી તેમજ લાલસીંગ ભાઈ ડાંગી બાઈક સાથે જમીન પર પટકાતા બન્ને ને જીવલેણ ઈજાઓ પહોંચતા રતના ભાઈ ડાંગીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ જયારે લાલસીંગ ભાઈ ડાંગીને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત નીપજ્યું હતું જોકે અકસ્માત સર્જનાર ઈકો ગાડીનો ચાલક ઈકો ગાડીને સ્થળ ઉપર મૂકીને ફરાર થઈ ગયો હતો
ઉપરોક્ત બનાવ સંદર્ભે મીરાંખેડી હનુમાન ફળિયાના રહેવાસી દિનેશ ભાઈ વાલસીંગ ભાઈ ડાંગીએ લીમડીપ
પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા લીમડી પોલીસે ઈકો ગાડીના ચાલક અંગે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી ફરાર ઈકો ગાડીના ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે