
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ પોલીસે ત્રણ જુદી જુદી જગ્યાએ દરોડા દરમિયાન 2.87 લાખના મુદ્દામાલ સાથે દંપતી સહીત ત્રણ બુટલેગર ઝડપાયા :બે ફરાર..
દાહોદ તા.12
પ્રોહીબીશન સામે પોલીસ ખાતાની આટલી કડકાઈ છતા લગ્નની મોસમ ને ધ્યાને લઇ વિદેશી દારૂની વધતી માંગને પહોંચી વળવા દાહોદ જિલ્લાના બુટલેગરો સક્રિય બનતા દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી રોજેરોજ અઢળક પ્રમાણમાં વિદેશી દારૂ પકડાય છે તેમ છતાં હાર્યો જુગારી બમણું રમે તે ઉક્તિ અનુસાર જિલ્લાનાબુટલેગરો પણ પડોશી રાજ્યો માંથી વિદેશી દારૂ લાવવા યેનકેન પ્રકારે વધુ ને વધુ સક્રિય બન્યા છે તેવા સમયે ગતરોજ પણ દાહોદ જિલ્લામાં જુદી જુદી ત્રણ જગ્યાએ થી જે તે પોલીસે કૂલ મળી રૂપિયા 2.87/- લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ તથા ત્રણ વાહનો મળી રૂપિયા 4.62.670/- નો મુદ્દામાલ ઝડપી પાડી કબજે લીધાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર પ્રોહિબિશન અંગેની પોતાને મળેલી બાતમીને આધારે કતવારા પોલીસે ગતરોજ સવારે સવા અગિયાર વાગ્યાના સુમારે દાહોદ તાલુકાના આગાવાડા ગામ ના કાલીયાકુવા ફળિયામાં રહેતા બુટલેગર 50 વર્ષ જોગડા ભાઈ માવજીભાઈ ભાભોર ના રહેણાક મકાનમાં ધમધમતા વિદેશી દારૂના અડ્ડા પર ઓચિંતી પ્રોહી રેડ પાડી ઘરમાંથી રૂપિયા 1.36 800 નિકુલ કિંમતના ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ ના કવાટરિયા તથા બિયર ટીન મળી કુલ બોટલનાં 1080 ઝડપી પાડી બુટલેગર જોગડા ભાઈ માનસિંગભાઈ ભાભોરની અટક કરી પ્રોહીબીશન નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જયારે ગરબાડા પોલીસે ગતરોજ સાંજના ચારેક વાગ્યાના સુમારે પ્રોહી અંગેની પોતાને મળેલ બાતમીના આધારે ગરબાડા તાલુકાના ઝરી ખરેલી ગામે રોડ પર વોચ ગોઠવી મધ્યપ્રદેશ તરફથી પોતાના કબજાની રિક્ષામાં વિદેશી દારૂ લાવી રહેલ દાહોદ ગોધરા રોડ ના બુટલેગર દંપત્તિ વિનોદ સુરેશભાઈ સાંસી તથા બિંદીયા બેન વિનોદભાઈ સાંસીને પકડી પાડયા હતા અને તેઓની રિક્ષામાંથી રૂપિયા 58 710 નિકુલ કિંમતની સેક્સ અલગ-અલગ માર્ગની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 417 ઝડપી પાડી સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા એક લાખ ૨૫ હજારની કિંમતની રીક્ષા મળી કુલ રૂપિયા1.83.710/- નો મુદ્દામાલ કબજે લઇ દાહોદ ગોધરા રોડ ખાતે રહેતા બુટલેગર દંપતી વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે જ્યારે લીમડી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કાલી ગામ માળમાં રસ્તા નજીક ખુલ્લી જગ્યામાં થઈ રહેલા દારૂના કટીંગની પોતાને મળેલ ગુપ્ત બાતમીના આધારે દાહોદ એલસીબી પોલીસે ગતરોજ વહેલી પરોઢે સાડા પાંચ વાગ્યાના સુમારે કાળીગામ માળમાં બાતમી વાળી જગ્યાએ ઓચિંતી પ્રોહી રેડ પાડવા જતા દારૂ કટિંગ કરી રહેલા મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના મેઘનગર તાલુકાના સાત શેરો ગામના મુકેશભાઈ કાલીયા ભાઈ મુનિયા તથા વિદેશીદારૂ લેવા અપાચે મોટરસાયકલ લઈને આવેલા કાલી ગામના સકનાળી ફળિયાના દિલીપભાઈ તુરસીંગભાઈ ડાંગી એમ બન્ને જણાએ દૂરથી પોલીસની ગાડી જોઈ લેતા બંને જણા પોતાની બંને મોટરસાયકલો તથા દારૂનો મુદ્દામાલ ત્યાં જ મૂકી નાસી ગયા હતા જે બંને મોટર સાયકલો તથા રૂપિયા 92,160 ની કુલ કિંમતનો વિદેશી દારૂ તથા બિયરની પેટીઓ નંગ ૨૪ પકડી પાડી રૂપિયા ૫૦ હજારની કિંમતની બે મોટરસાયકલ મળી કુલ રૂપિયા1.42.160/- નો મુદ્દામાલ કબજે લઇ દાહોદ એલસીબી પોલીસે મુદ્દામાલ લીમડી પોલીસને સુપરત કરી ફરિયાદ નોંધાવતા લીમડી પોલીસે આ મામલે મોટરસાયકલ મૂકી નાસી ગયેલા બંને જણા વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે