Thursday, 02/02/2023
Dark Mode

દાહોદમાં થોડા દિવસ અગાઉ થયેલ રેલવેના પાટા તેમજ સ્લીપરોની ચોરીનો મામલો:વધુ બે આરોપીઓ 33 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા..

February 12, 2022
        876
દાહોદમાં થોડા દિવસ અગાઉ થયેલ રેલવેના પાટા તેમજ સ્લીપરોની ચોરીનો મામલો:વધુ બે આરોપીઓ 33 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા..

રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક..

દાહોદમાં થોડા દિવસ અગાઉ થયેલ રેલવેના પાટા તેમજ સ્લીપરોની ચોરીનો મામલો:વધુ બે આરોપીઓ 33 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા..

ચોરીના બનાવમાં સામેલ મોટાભાગના આરોપીઓ રેલકર્મીઓની સંતાનો:સમગ્ર મામલામાં RPF એ કુલ 6 આરોપીઓને ઝડપ્યા:એક વોન્ટેડ..

આરપીએફ દ્વારા ભંગારના ગોડાઉનમાં થી રેલવેના પાટા તેમજ ગેસ કટર એલપીજી સિલિન્ડર, ઓક્સિજન સિલેન્ડર સહીત સાધનો કબ્જે કર્યા:RPF પોલીસે કુલ 7.15 લાખનો મુદામાલ રિકવર કર્યો..

રેલ્વે વિભાગ દ્રારા ઈ-ઓક્શનમાં વેચેલા રેલ્વેના પાટા તેમજ સ્લીપરોના ડીલેવરીના સમયે ગુમ થયાનું બહાર આવ્યું

આરપીએફ દ્રારા સમગ્ર મામલાની તલસ્પર્શી તપાસ કરતા ચોરીના સમગ્ર મામલાનો પર્દાફાશ થયો..

ચોરીની ઘટનામાં સંડોવાયેલા ચારેય આરોપીઓએ ભંગારવાળા ત્યાં રેલવેના પાટા તેમજ સ્લીપરો વેચ્યા:આરપીએફે ગોડાઉનના આગળ કચરા નીચે દાટેલા રેલવેના પાટા કાઢ્યા..

 તમામ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડીશલ કસ્ટડીમાં મોકલાયા..

દાહોદ તા.12

દાહોદમાં થોડા સમય પહેલા રેલવેની હદમાં થયેલ પાટા તેમજ સ્લીપરોની ચોરી ના ગુનામાં આરપીએફની ટીમે તપાસ દરમિયાન વધુ બે આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે. જયારે આરપીએફે અત્યારસુધીમાં રેલ્વેના સામાનની ચોરીના સમગ્ર પ્રકરણમાં સામેલ ચાર તસ્કરો તેમજ બે રિસીવરો મળી કુલ 6 વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓના રિમાન્ડ દરમિયાન ભંગરના ગોડાઉનના આગળના ભાગમાં કચરાના ઢગલામાં સંતાડી મુકેલ રેલ્વેના પાટા તેમજ સ્લીપરોના ટુકડા મળી કુલ 33 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી સમગ્ર પ્રકરણમાં વધુ એક ભાગેડુ આરોપીનું પગેરૂ મેળવવામાં રેલ્વે આરપીએફ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે

રેલ્વે વિભાગ દ્રારા ઈ-ઓક્શનમાં વેચેલા રેલ્વેના પાટા તેમજ સ્લીપરોના ડીલેવરીના સમયે ગુમ થયાનું બહાર આવ્યું

દાહોદ રેલ્વેની હદમાં પડેલા રેલ્વેના સ્લીપરો તેમજ પાટાઓના વેચાણ માટે રેલ્વે વિભાગના રતલામ મંડળ દ્રારા પાટાઓના સ્ટેક બનાવી વેચવા માટે ઈ ઓક્શન કરવામાં આવ્યું હતું.જેમાં 24 જાન્યુઆરીના રોજ રેલ્વે વિભાગ દ્રારા જોઈન્ટ વેરિફિકેશન દ્રારા ઈmઓક્શન મારફતે દાહોદની આસપાસ જુદા જુદા સ્ટેકમાં પડેલા પાટાઓનો વેચાણ કરવામાં આવ્યો હતો.જેની ડિલિવરી આપવાની બાકી હતી.ત્યારબાદ 04/02/2022 ના દાહોદથી ધામરડા વચ્ચે આવેલી ખાન નદી પાસે ગેંગ જમાદાર પોતાની ગેંગ સાથે રેલ્વે ના પાટાઓના રીપેરીંગ માટે નીકળ્યા હતા. જ્યાં ઈ-ઓક્શનમાં વેચેલા રેલ્વે ના પાટા સ્ટેક પર નજર પડતા સ્ટેકમાં માલ ઓછો હોવાની શંકા જતા ગણતરી હાથ ધરવામાં આવી હતી.જેમાં રેલ્વેના પાંચ ટુકડા ઓછા હોવાની જાણ થતા આ અંગે ગેંગ જમાદારે સિનિયર સેક્શન ઇન્જીનીયર ને જાણ કરી હતી. ત્યારબાદ રેલ્વેની હદમા પડેલા અને વેચાણ પામેલા જુદા જુદા સ્ટેકની ગણતરી કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો

આરપીએફ દ્રારા સમગ્ર મામલાની તલસ્પર્શી તપાસ કરતા ચોરીના સમગ્ર મામલાનો પર્દાફાશ થયો

રેલ્વેની હદમાં પડેલા પાટા તેમજ સ્લીપરોની ગણતરી બાદ માલ ઓછો જોવા મળતા સમગ્ર મામલાની તપાસ આરપીએફ ને સોપાવામાં આવી હતી જેમાં રતલામ મંડળના સિનિયર DSC મિથુન સોની તેમજ ASC શ્રી કુમાર કુરુપના માર્ગદર્શનમાં દાહોદ આરપીએફના આઈપીએફ જી.એસ.ગૌતમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં આરપીએફે એલસીબીની મદદ થી ટેક્નિકલ સોર્સ તેમજ સીસીટીવી કેમેરાના માધ્યમથી ચોરીનો ભેદ ઉકેલી 4 તસ્કરોને 6,74,960 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.ત્યારબાદ પકડાયેલા ચારેય તસ્કરોના રિમાન્ડ દરમિયાન ઘનિષ્ટ પૂછપરછ બાદ ચોરીની ઘટનામા સામેલ વધુ બે આરોપીઓના નામ ખુલતા આરપીએફે તેઓને ઝડપી તેમની પાસેથી ગોડાઉનના આગળના ભાગે કચરાના ઢગલામાં સંતાડેલો 33 હજારનો રેલ્વેનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

રેલ્વેના પાટા તેમજ સ્લીપરોની ચોરીમાં 6 આરોપીઓ આરપીએફની ગિરફતમા:વધુ એક તસ્કર વોન્ટેડ

દાહોદ આરપીએફ દ્વારા રેલવેના પાટા તેમાં સ્લીપરોની ચોરીમાં ઝીણવટ ભરી તપાસ હાથ ધરતા રેલવે વિભાગમાં કામ કરતા કર્મચારીઓની સંતાનો દ્વારા આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં સામેલ દિપકભાઈ મોહનભાઇ બિલવાલ(રહે.1675/B મેડિકલ કોલોની, પરેલ, (2)રતનભાઈ દલસીંગભાઈ મેડા(રહે.1654/B મેડિકલ કોલોની પરેલ, (3) કનુભાઈ ચતુરભાઈ ઠાકોર, (રહે. મેડિકલ કોલોની પરેલ ), (4) શુભમ ભાઈ મુકેશભાઈ મહંત ( રહે.મારવાડી ચાલ દાહોદ), (5) આશુતોષ રાજેશ ભુરીયા રહે. ક્વાટર નંબર 1700 મેડિકલ કોલોની પરેલ) તેમજ (6) સાણી બાહરી સહીત કુલ 6 ઝડપી પાડયા હતા.જેમાં આરપીએફની દરમિયાન સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો.જયારે ચોરીની ઘટનામાં સામેલ રાજુ મીંડી નામનું તસ્કર પોલીસની પકડથી દૂર છે. પરંતુ આરોપીને પોલીસે તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે  છે.

ચોરીની ઘટનામાં સંડોવાયેલા આરોપીઓએ ભંગારવાળા ત્યાં રેલવેના પાટા તેમજ સ્લીપરો વેચ્યા:આરપીએફે ગોડાઉનના આગળ કચરા નીચે દાટેલા રેલવેના પાટા કાઢ્યા..

ઉપરોક્ત ચારેય તસ્કરો મોપેડ પર રેકી કરી રેલવેની આસપાસમાં પડેલા સરસામાનમાંથી થોડો થોડો સામાન ટ્રેક્ટરમાં ભરી સાણી બાહરી ને વેચવા આપ્યો હતો.જેમાં સની આહારી નાનો વેપારી હોવાથી તેણે આ રેલવેની સંપત્તિ શુભમને વેચવા આપ્યા હતા. જોકે ત્યારબાદ રેલવેની પુછપરછમાં ઉપરોક્ત તસ્કરોએ ધામરડા ખાતેથી ચોરી કરેલો મુદ્દામાલ શુભમના ગોડાઉનમાં સંતાડેલો હોવાની કબૂલાત કરતા આરપીએફ દ્વારા ગોડાઉનની તલાશિ લેતા ગોડાઉનની બહારના ભાગે કચરાના ઢગલા નીચે દાટેલા 28,000 ના રેલવેના પાટા, રેલવેના પાટા કાપવા માટેનો ગેસ કટર, એલપીજી ગેસ સિલિન્ડર, તેમજ એક ઓક્સિજન સિલિન્ડર મળી વધુ 33 હજારનો મુદ્દામાલ કબ્જે લીધા હતો. જોકે આરપીએફની ટીમે સમગ્ર ચોરીના મામલામાં રેલવેના પાટાઓ સ્લીપરો,ટ્રેક્ટર, ટ્રોલી, એક મોપેડ ગાડી, ગેસ કટર, એલપીજી સિલિન્ડર ઓક્સિજન સિલિન્ડર મળી કુલ 7,15 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી પકડાયેલા તમામ 6 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી ચોરીના પ્રકરણમાં સામેલ વધુ એક ભાગેડુ આરોપી ના પગેરું મેળવી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!