Tuesday, 19/03/2024
Dark Mode

ધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે

June 1, 2021
        1335
ધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે

ધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર
૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે

ગાંધીનગર,તા.૧

તાજેતરમાં ધો. ૧૨ સાયન્સના ૧.૪૦ લાખ અને ૫.૪૩ લાખ સામાન્ય પ્રવાહના મળીને કુલ ૬.૮૩ લાખ વિદ્યાર્થીની લેખિત પરીક્ષા આગામી તા.૧ જુલાઇથી કોરોનાની ગાઇડ લાઇનના પાલન સાથે લેવાનો ર્નિણય લીધો છે. આજે પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ જાહેર કરવામાં આવ્યું છે. તમામ પરીક્ષા બે ભાગમાં લેવામાં આવશે. સાયન્સમાં ૧ જુલાઈએ પહેલું પેપર ફિઝિક્સનું જ્યારે સામાન્ય પ્રવાહમાં પહેલું પેપર એકાઉન્ટનું રહેશે. આ પરીક્ષા ૧ જુલાઈથી ૧૬ જુલાઈ સુધી ચાલશે.
૧ જુલાઇએ ફિઝિક્સનું પેપર
૩ જુલાઇએ કેમિસ્ટ્રીનું પેપર
૫ જુલાઇએ બાયોલોજીનું પેપર
૬ જુલાઇએ ગણિતનું પેપર
૮ જુલાઇએ અંગ્રેજીનું પેપર
૧૦ જુલાઇએ ભાષાના પેપર

બોર્ડની પરીક્ષાઃ પેપર સ્ટાઇલ, માર્ક્સ આ મુજબ રહેશે

વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનો સમય અગાઉની એક્ઝામની જેમ ૩ કલાકનો જ રહેશે
વિજ્ઞાન પ્રવાહના ૧૦૦ ગુણના પ્રશ્નપત્રમાં ૫૦ ગુણના પ્રશ્નો વૈકલ્પિક-એમસીકયુ ઓએમઆર પદ્ધતિના રહેશે અને ૫૦ માર્કના પ્રશ્નો વર્ણનાત્મક રહેશે.
પ્રશ્ન પૂછવાની પદ્ધતિ જે અગાઉ શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જાહેર કરાયેલી છે તે જ પદ્ધતિ રહેશે એટલે વિદ્યાર્થીએ જે પ્રમાણે અત્યાર સુધી તૈયારી કરી તે પ્રમાણે જ પરીક્ષા લેવાશે.
સામાન્ય પ્રવાહમાં કુલ ૧૦૦ માર્કના પ્રશ્નપત્રમાં તમામ પ્રશ્નો વર્ણનાત્મક રીતે લેવાશે
સામાન્ય પ્રવાહમાં પણ પ્રશ્નો પૂછવાની પદ્ધતિ એટલે કેે પ્રશ્નપત્ર સ્ટાઇલ પણ શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જે સત્તાવાર જાહેર કરાય તે પ્રમાણેની રહેશે
જે વિદ્યાર્થી કોરોના કે અન્ય કારણોસર પરીક્ષા નહીં આપી શકે એમના માટે ૨૫ દિવસ પછી ફરી પરીક્ષા યોજાશે.
એસઓપી આ મુજબ રહેશે
અત્યાર સુધી એક વર્ગમાં ૩૦ વિદ્યાર્થી પરીક્ષા આપતા હતા. આ પરીક્ષામાં એક વર્ગમાં ૨૦ વિદ્યાર્થીઓ બેસાડાશે.
જે તાલુકામાં પરીક્ષા લેવા માટે વિદ્યાર્થીઓની સંખ્યા પૂરતી થઇ જાય તે તાલુકા મથકને પરીક્ષા કેન્દ્રની મંજૂરી અપાશે. વિદ્યાર્થીને નજીકનું કેન્દ્ર અપાશે.
દરેક વર્ગને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાશે.
પરીક્ષા કેન્દ્ર પર સેનિટાઇઝેશન,સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, થર્મલ ગન સહિતની કોરોનાની એસ.ઓ.પી.નું પાલન ફરજિયાત કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!