Friday, 06/12/2024
Dark Mode

સ્કોલરશિપ માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત NMMS પરીક્ષા-૨૦૨૧માં ગુજરાતમાંથી સરકારી શાળાના ધો. ૮ના ૧.૮૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ સહભાગી થયા

April 17, 2022
        1919
સ્કોલરશિપ માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત NMMS પરીક્ષા-૨૦૨૧માં ગુજરાતમાંથી સરકારી શાળાના ધો. ૮ના ૧.૮૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ સહભાગી થયા

સ્કોલરશિપ માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત
NMMS પરીક્ષા-૨૦૨૧માં ગુજરાતમાંથી સરકારી શાળાના
ધો. ૮ના ૧.૮૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ સહભાગી થયા

ગુજરાતમાંથી ૫૦૯૭ વિદ્યાર્થીઓની સ્કોલરશિપ માટે પસંદગીનો ક્વોટાસ્કોલરશિપ માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત NMMS પરીક્ષા-૨૦૨૧માં ગુજરાતમાંથી સરકારી શાળાના ધો. ૮ના ૧.૮૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ સહભાગી થયા

મેરિટમાં આવેલા વિદ્યાર્થીઓને ધો. ૯ થી ૧૨ સુધી
ચાર વર્ષમાં કુલ રૂ. ૪૮,૦૦૦ની શિષ્યવૃતિની જોગવાઈ

સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ-૮માં અભ્યાસ કરતા અને વાર્ષિક રૂ. ૧.૫૦ લાખની આવક ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના અમલમાં મુકવામાં આવી છે.

ચાલુ વર્ષે ગુજરાતમાંથી આ પરીક્ષા આપવા ધો.૮ના કુલ ૧,૮૯,૨૩૭ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી જેમાં આજે રાજ્યભરના વિવિધ કેન્દ્રોમાં યોજાયેલી પરીક્ષામાં ૧,૮૦,૫૨૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમ રાજ્ય પરીક્ષા બોર્ડની યાદીમાં જણાવાયું છે.

સ્કોલરશિપ માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત NMMS પરીક્ષા-૨૦૨૧માં ગુજરાતમાંથી સરકારી શાળાના ધો. ૮ના ૧.૮૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ સહભાગી થયા
દર વર્ષે ગુજરાતના ૫,૦૯૭ કવોટા માટે ધો.૮ના વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ કરવામાં આવે છે.

પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર વેચાયેલા કવોટામાં મેરીટમાં આવેલા વિદ્યાર્થીઓને ધોરણ-૯ થી ૧૨ સુધી શિક્ષા મંત્રાલય દ્વારા નક્કી થયેલા નિયમોનુસાર વાર્ષિક ૧૨,૦૦૦ મુજબ કુલ ૪૮,૦૦૦ સુધીની સ્કોલરશીપ મળવાપાત્ર થાય છે. સ્કોલરશીપની રકમ ઉપરાંત સરકારી શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓની ઓળખ માટે અને આવા વિદ્યાર્થીઓના બૌદ્ધિક વિકાસ માટે આ પરીક્ષા ખૂબ અગત્યની છે.

સ્કોલરશિપ માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત NMMS પરીક્ષા-૨૦૨૧માં ગુજરાતમાંથી સરકારી શાળાના ધો. ૮ના ૧.૮૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ સહભાગી થયા

વિદ્યાર્થીઓને NMMS પરીક્ષામાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા, ભાગ લેનાર વિદ્યાર્થીઓને પરીક્ષાની અભૂતપૂર્વ તૈયારી કરાવવી અને સમગ્ર રાજ્યમાં ખૂણેખૂણેથી છેવાડાની શાળાઓના વિદ્યાર્થીઓનું મેરીટમા આવવું તે સરકારી શાળાઓના રાજ્યના હજારો શિક્ષકો જરૂરિયાતવાળા તેજસ્વી વિદ્યાર્થીઓને માટે ગર્વની લાગણીનીઅનુભુતી કરાવે છે.
આ પરીક્ષા માટે ભારત સરકારના શિક્ષા મંત્રાલય, નવી દિલ્હીથી સિનિયર કન્સલટન્ટ શ્રી રાઘવેન્દ્ર ખરે અને કન્સલટન્ટ શ્રી ગૌરવ શર્માએ અમદાવાદ જિલ્લાની શિવમ વિધાલય અને શારદા વિધાલયની મુલાકાત લીધી હતી. તેઓ રાજય પરીક્ષા બોર્ડના આયોજનથી પ્રભાવિત થયા હતા.

આ ઉપરાંત GIET તેમજ GCERTના નિયામકશ્રી તેમજ રાજય પરીક્ષા બોર્ડના અધ્યક્ષશ્રી ડૉ. પી. એ. જલુએ NMMS પરીક્ષા અંતર્ગત સરદાર વલ્લભભાઇ પટેલ વિધામંદિર સેકટર-૭, ગાંધીનગર શાળાની મુલાકાત લઇ સૌને પ્રોત્સાહિત કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!