માનગઢધામના વિકાસ પ્રોજેકટ માટે કરાતા સચિવ કક્ષાના અધિકારીઓએ માનગઢધામ ની મુલાકાત લીધી..
ગુજરાત સરકારના મંત્રી પ્રો.ડૉ.કુંબેરભાઇ ડીંડોરે દેશના વડાપ્રધાનને રજુઆત કરતા ગુજરાત સરકારના સચિવ,કમિશ્ર્નર કક્ષાના ઉચ્ચ અધિકારીઓએ માનગઢનધામનુ નિરીક્ષણ કયુઁ…
માનગઢધામનો બોહળો વિકાસ થાય ગુરુગોવિંદ અને આદિવાસીઓ નો ગોરવશાળી ઇતિહાસ લોકો સમક્ષ રજુથાય માનગઢધામનો પ્રવાસન ક્ષેત્રે સંપૂણઁ પણે વિકાસ થાય તે હેતુસર ગુજરાત સરકાર ના મંત્રી પ્રો.ડૉ.કુંબેરભાઇ ડીંડોર દ્વારા માનગઢધામ ના વિકાસ માટે 100 કરોડ કરતા પણ વધુ રકમનો એક પ્રોજેકટ પ્લાન તૈયાર કરી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને દિલ્હી ખાતે રુબરુ મળી માનગઢધામ ના વિકાસ હેતુ રજુઆત કરવામા આવી હતી મંત્રી કુંબેરભાઇ ડીંડોર ની રજુઆત પગલે પ્રધાનમંત્રી કાયૉલય માથી આદેશ પગલે ગુજરાત સરકારના કમિશ્ર્નર અને સચિવ કક્ષાના અધિકારીઓએ માનગઢ ધામની મુલાકાત લઇ નિરીક્ષણ કયુઁ હતુ માનગઢધામ ખાતે ગુજરાતના ઇલેકશન કમિશ્ર્નર સંજય પ્રસાદ,વિજીલીયન્સ કમિશ્ર્નર સંગીતા સિંગ,આદિજાતી વિભાગના મુખ્ય સચિવ મુરલી કિશ્ર્ના,સાથે મંત્રી કુંબેરભાઇ ડીંડોર,ટ્રાયબલ રિસઁચ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટરના ડાયરેકટર દેવચંદ વહોનિયા,ઇતિહાસ વિદ ના પ્રો. ડૉ.અરુણભાઇ વાધેલા,સંશોધક ગણેશભાઇ નિસરતા,પશ્ર્ચિમ રેલ્વેના સભ્ય રીતેષભાઇ પટેલ,સંતરામપુર ના પ્રાન્ત અધિકારી જાદવ સાહેબ, મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી સહિત ના અધિકારીઓ પદાધીકારીઓ માનગઢની મુલાકાત લઇ માનગઢ ધામ ખાતે રાષ્ટ્રીય સહિદ સ્મારક બને,ગુરુગોવિંદ નેશનલ ટ્રાયબલ મેમોરીયલ પાકઁ બને,આદિવાસીઓની અસ્મિતા ને ઉજાગર કરતુ વન નિમાણઁ થાય,માનગઢ પરિક્રમા દશઁન રુટ નુ નિમાણઁ થાય,એક ડુંગર પરથી બીજા ડુંગર ને જોડતા ઝુલતા પુલ નુ નિમાણઁ થાય,સ્કાય વોલ, શહિદો ની યાદ મા ઝાંખી દશૉવતો ભવ્ય પ્રદશઁની હોલ બને તેની સાથે અનેક પ્રકાર ની સુવિધાઓ થી સજ્જ માનગઢધામ નુ નિમાણઁ થાય તે માટે ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા માનગઢધામનુ ચાર કલાક સુધી નિરીક્ષણ કરવામા આવ્યુ હતુ સચિવોએ ગુરુગોવિદની ધુણીના દશઁન કરી રાજસ્થાન મા આવેલ માનગઢ ધામના પ્રદશઁની હોલ શહોદોની યાદ મા બનાવાલ સ્મારક,વ્યુ પોઇન્ટની પણ મુલાકાત લીધી હતી