
રાજેન્દ્ર શર્મા /જીગ્નેશ બારીયા :- દાહોદ
ગરબાડા ગામના પાંચ યુવાનો ને રેલવે માં નોકરી અપાવવાની લાલચ આપી ૧૨.૫૦ લાખ ની છેતરપિંડી
આર.પી.એફ કર્મચારી હોવાનું કહી યુવાનોને ઠગનાર ભેજાબાજને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધો
બોગસ આઈકાર્ડ બનાવી 17 બેરોજગાર યુવાનોને ટ્રેનીંગ ના બહાને પ્લેન મારફતે અમદાવાદ થી પશ્ચિમ બંગાળ મોકલતો હતો
યુવાનોને બાદમાં ટ્રેનીંગ માટે વલસાડ મોકલ્યા
ભેજાબાજ અરવિંદના સાગરીતોની તલાશ
દાહોદ તા.૦૭
દાહોદ જિલ્લાના નાનકડા ગામ એવા ગરબાડામાં એક ભેજાબાજ ઈસમો પોતાની ઓળખ આર.પી.એફ.માં નોકરી કરતો હોવાની ખોટી ઓળખ આપી અને ગરબાડામાં રહેતાં પાચ જેટલા બેરોજગાર યુવકોને નોકરી રેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી અલગ અલગ સમયગાળા દરમ્યાન આ પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી આ ભેજાબાજ ક્યાંક ફરાર થઈ ગયો હતો અને છેતરપીંડી, વિશ્વાસ ઘાત કરતાં આ સંબંધે છેતરપીંડીનો ભોગ બનેલ એક યુવકે આ સંબંધે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી ત્યારે આ ફરિયાદના ગણતરીના કલાકોમાં બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ આરોપીને પકડી પાડવા પોલીસે ચક્રોગતિમાન કરતાં આજરોજ એલ.સી.બી. પોલીસે આ ભેજાબાજ આરોપીને તેના આશ્રય સ્થાનેથી ઝડપી પાડવામાં આવેલ છે. પોલીસે તેના ઘરમાં તલાસી લેતાં અનેક વસ્તુઓ મળી આવી ત્યારે આ ગરબાડાના યુવકો સહીત બેરોજગાર યુવકોને આ ભેજાબાજે પોતાની જાળમાં ફસાવ્યાં હોવાની કબુલાત કરી છે. જોકે આ બીજા પાસે અને કેટલાક યુવકો ને પોતાના જાળમાં ફસાવ્યા છ. તે અંગેની પુછપરછ પણ પોલીસ હાથ ધરી રહી છે.
#Paid pramotion
Contact us :- sanrise public school
ગરબાડા નગરમાં માળ મોહનીયા ફળિયામાં રહેતો અરવિંદભાઈ મનુભાઈ સંગાડાએ પોતે રેલ્વેમાં આર.પી.એફ.માં એસ.આઈ. તરીકે નોકરી કરૂં છું તેવી ખોટી ઓળખ ઉભી કરી ગરબાડા નગરમાં રહેતાં દેવેન્દ્રભાઈ હરીશભાઈ પંચાલ, સલમાન યુસુબ શેક, ગણેશભાઈ કાળુભાઈ ચાવડા, સોહીલભાઈ યુસુબભાઈ શેખ, એજાજ શોએબ શેખ આ યુવકોને રેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી તારીખ ૧૪.૦૧.૨૦૨૦ થી તારીખ ૦૨.૦૫.૨૦૨૧ના સમયગાળા દરમ્યાન અલગ અલગ બહાને ઉપરોક્ત યુવક પાસેથી આ અરવિંદભાઈ સંગાડાએ કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ ખેરવી લીધા હતાં. લાંબો સમય વિતી ગયાં બાદ પણ નોકરીનું કોઈ ઠેકાણું ન પડતાં ઉપરોક્ત યુવકો દ્વારા આ અરવિંદભાઈને ફોન પર ફોન પણ કરતાં હતાં અને અરવિંદભાઈનો મોબાઈલ સ્વીચ ઓફ અથવા તો તેઓ ઉપાડતાં ન હતાં. એક દિવસ આ ભેજાબાજ અરવિંદ દ્વારા ઉપરોક્ત યુવકોને બનાવટી આઈ કાર્ડ અને ખોટા નોકરીના ઓર્ડરો આપી દીધાં હતાં. આખરે નોકરી ન મળતાં અને પોતાની સાથે વિશ્વાસઘાત, છેતરપીંડી થઈ હોવાનું માલુમ પડતાં અને આ અરવિંદ કોઈ રેલ્વેના આર.પી.એફ.માં નોકરી ન કરતો હોવાનું સામે આવતાં યુવકોના હોશ ઉંડી ગયાં હતાં. આખરે ન્યાય માટે યુવકો ગરબાડા પોલીસ મથકે પહોંચ્યાં હતાં અને ત્યાં આ ભેજાબાજ અરવિંદ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા આ મામલાની ગંભીરતાં દાહોદ જિલ્લા પોલીસ વડાને ધ્યાનમાં આવતાં તેઓ દાહોદ એલ.સી.બી. પોલીસને સુચના અને માર્ગદર્શન આપ્યું હતું અને આ ભેજાબાજ અરવિંદને તાત્કાલિક ઝડપી પાડવા આદેશો આપતાં દાહોદ એલ.સી.બી. પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યાે હતો. પોલીસે અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ સોર્સના માધ્યમની પણ મદદ લેતાં આ ભેજાબાજ અરવિંદ તેના આશ્રય સ્થાને છુપાયેલો હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે આજરોજ તેના આશ્રય સ્થાને ધામા નાંખ્યા હતાં અને ભેજાબાજ અરવિંદને ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો
ભેજાબાજ ઠગના ઘરેથી પોલીસે નકલી પિસ્તોલ તેમજ વર્દી સહિતનો સામાન જપ્ત કર્યો
પોલીસે ભેજાબાજ ઠગના મકાનની તલાસી લેતાં એક ખાખી કલરનું શર્ટ જેના ખભાના બંન્ને સોલ્ડર પટ્ટી ઉપર અંગ્રેજીમાં આરપીએફ તથા બંન્ને બાજુ બે સ્ટારવાળું શર્ટ, રેલ્વે સુરક્ષા દળનો લોગો, પોતાના નામની નેમ પ્લેટ, ખાખી કલરના શર્ટ, પેન્ટ, પીસ્ટલ લગાવવાનું કવર, પ્લાસ્ટીકની રમકડાની પીસ્ટલ, ઈન્ડીગો ફ્લાઈટની ટીકીટ, ત્રણ બેન્કની પાસબુકો, આધાર કાર્ડ વિગેરે મુદ્દામાલ પોલીસે કબજે કર્યાે હતો.
બેરોજગાર યુવકોને રેલવેમાં નોકરી અપાવવા ભેજાબાજે ટ્રેનિંગ માટે પ્લેન મારફતે પશ્ચિમ બંગાળના ખડકપુર મોકલ્યા
આ અરવિંદ નોકરીથી વંચિત યુવકોને ટાર્ગેટ કરતો હતો. રેલ્વેના આર.પી.એફ.માં નોકરીના બહાને છેતરપીંડી, વિશ્વાસઘાત, કરી પોતે રેલ્વે આર.પી.એફ.માં એસ.આઈ. તરીકેની ખોટી ઓળખ આપતો હતો. પી.એસ.આઈ.નો ડ્રેસ પહેરી મોબાઈલમાં ફોટા પાડી બેરોજગાર યુવકોને બતાવતો હતો અને યુવકોને નોકરી અપાવવાના બહાને નાણાં પડાવતો હતો. ખોટા આઈ કાર્ડ બનાવી બેરોજગાર યુવકોને અમદાવાદથી પ્લેન મારફતે પશ્ચિમ બંગાળમાં મોકલતો હતો અને ત્યાં દશ દિવસ સુધી યુવકોને રાખવામાં આવ્યાં હતાં અને સાહેબ તમને ટ્રેનીંગ માટે લેવા આવશે તેમ જણાવતાં હતો અને ત્યાંથી વલસાડ ખાતે ટ્રેનીંગમાં મોકલવાના બહાને યુવકોને ટ્રેન મારફતે મોકલવામાં આળ્યાં હતાં.
ભેજાબાજે નકલી આપે ઓફિસર બનવા માટે આરપીએફની એપ્લિકેશન,સોફ્ટવેર,તેમજ ગ્રાફિક્સની મદદથી નકલી આઈકાર્ડ બનાવ્યા
આ ભેજાબાજ અરવિંદ આર.પી.એફ. પોલીસની એપ્લીકેશન તેમજ સોફ્ટવેર, ગ્રાફીક્સનો ઉપયોગ કરી તેના માધ્યમથી કોલ લેટર તેમજ આઈકાર્ડ, આર.પી.એફ.નો લોગો ડાઉનલોડ કરી મોબાઈલ એપ્લીકેશનથી ફોટા પાડી આઈ.ડી. કાર્ડ તેમજ કોલ લેટર બનાવતો હતો.
પકડાયેલ આ અરવિંદે જિલ્લા તેમજ જિલ્લા બહારના અન્ય કેટલા બેરોજગાર યુવકોને પોતાનો કસબ અજમાવી શિકાર બનાવ્યાં હશે? અને નાણાં પડાવ્યાં હશે? આર.પી.એફ.નો ડ્રેસ તેમજ તેની સાધન સામગ્રી ક્યાંથી કોના માધ્યમથી મેળવી? તેને આ પોલીસ આર.પી.એફ. નો ડ્રેસ પહેરી અન્ય કોઈ ગુન્હાઓ આચરેલ કે કેમ? તેની સાથે આ સમગ્ર કૌંભાંડમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ? તેમજ નોકરીથી વંચિત યુવકો પાસેથી પડાવેલ નાણાંનો ઉપયોગ કંઈ જગ્યાએ કર્યાે? તે તમામ વિષય ઉપર હાલ પોલીસ આ અરવિંદની પુછપરછ સહિત તપાસનો ધમધમાટ આરંભ કરી રહી છે.
—————————–