Sunday, 08/09/2024
Dark Mode

આવી રીતે ચાલશે તો બાળકો કુપોષિતપણા માંથી બહાર કેવી રીતે બનશે.?ગરબાડામાં બાળકોને સંજીવની યોજના હેઠળ અપાતુ દુધ રસ્તા ઉપર ફેંકી દેવાયું ,

January 6, 2024
        871
આવી રીતે ચાલશે તો બાળકો કુપોષિતપણા માંથી બહાર કેવી રીતે બનશે.?ગરબાડામાં બાળકોને સંજીવની યોજના હેઠળ અપાતુ દુધ રસ્તા ઉપર ફેંકી દેવાયું ,

રાહુલ ગારી :- ગરબાડા

આવી રીતે ચાલશે તો બાળકો કુપોષિતપણા માંથી બહાર કેવી રીતે બનશે.?

ગરબાડામાં બાળકોને સંજીવની યોજના હેઠળ અપાતુ દુધ રસ્તા ઉપર ફેંકી દેવાયું ,

ICDS વિભાગની કામગીરી સામે ઉઠ્યા સવાલ,

ગરબાડા તા.06

ગરબાડામાં તાલુકામાં ICDS શાખાની ગંભીર બેદરકારી હોવાનુ સામે આવ્યુ છે. દાહોદ જિલ્લા કુપોષણ મુક્ત બનાવવાના હેતુથી શરૂ કરાયેલી દૂધ સંજીવની યોજનાના ખુલ્લેઆમ ધજાગરા ઉડ્યા છે.એક તરફ સરકાર દૂધ સંજીવની યોજના (Gujarat Government scheme) હેઠળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. જો કે એ પછી આ યોજનાનો લાભ બાળકો સુધી પહોંચે છે કે કેમ તે એક સવાલ છે. દાહોદ (Dahod) જિલ્લાની આંગણવાડીમાં (Anganv લોલમ પોલ ચાલતી હોવાનું સામે આવ્યુ છે. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નવાગામ જવાના રસ્તા ઉપર આંગણવાડીના બાળકોને આપવામાં આવતું દૂધ (Milk) કચરામાં ફેંકેલું જોવા મળ્યું છે. ત્યારે બાળકોને દૂધ નહીં આપીને દૂધને રસ્તા ફેંકી દેવાતા ગરબાડા આઇ.સી.ડી.એસ વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

સંજીવની દૂધ બાળકોના પેટમાં જવાને બદલે રસ્તા ઉપર કચરામાં ફેંકી દેવાતા તંત્ર સામે અનેક સવાલ …

એક તરફ સરકાર દૂધ સંજીવની યોજના પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે અને બીજી તરફ ભ્રષ્ટ અધિકારીઓની બેદરકારીને લીધે દૂધ ગરીબ બાળકના પેટમાં જવાને બદલે રસ્તા ઉપર કચરામાં દૂધ તેમજ ખાધપદાર્થોના આવા બગાડને લીધે ICDS વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે..અત્રે ઉલ્લેખનીય છે કે આ દૂધ કોને ફેંક્યું કેમ ફેક્યું અને કઈ આંગણવાડીના બાળકોને આ દૂધથી વંચિત કર્યા તે એક મોટો સવાલ છે ..હવે જોવાનું રહી કે તંત્ર આ બાબતે શુભ પગલાં લે છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!