
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકા પંચાયત કચેરીમાં સામાન્ય સભા યોજાઈ..
સામાન્ય સભામાં ચંદ્રયાન ત્રણ સફળતા તેમજ મહિલાને 33% અનામત અંગેનો ઠરાવ કરવામાં આવ્યો…
ગરબાડા તા.05
ગરબાડા તાલુકા પંચાયત કચેરીના સભા ગૃહમાં તાલુકા પંચાયતની સામાન્ય સભા તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર ની અધ્યક્ષતામાં યોજાઇ હતી આ સામાન્ય સભામાં ચંદ્રયાન 3 સફળતા અંગેનો ઠરાવ તેમજ સરકાર દ્વારા જે મહિલાઓને 33% અનામત જાહેર કરવામાં આયો છે જેનો ઠરાવ પણ આજે સામાન્ય સભામાં કરવામાં આવ્યો હતો આ સામાન્ય સભામાં તાલુકા વિકાસ અધિકારી હિરલ પટેલ ઉપપ્રમુખ લાલુભાઈ જાદવ પૂર્વ પ્રમુખ મનિષાબેન ગણાવા આરોગ્ય અધિકારી એ.આર ડાભી સહિત તાલુકા સભ્યો તાલુકા પંચાયતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા …