Sunday, 08/09/2024
Dark Mode

ગરબાડાના બોરીયાળામાં પોલીસની સરકારી ગાડીને મોપેડ પર દારૂ લાવનાર બૂટલેગરે જોશભેર ટકકર મારી,બૂટલેગર ઈજાગ્રસ્ત,અન્ય એક ફરાર..

August 10, 2023
        1869
ગરબાડાના બોરીયાળામાં પોલીસની સરકારી ગાડીને મોપેડ પર દારૂ લાવનાર બૂટલેગરે જોશભેર ટકકર મારી,બૂટલેગર ઈજાગ્રસ્ત,અન્ય એક ફરાર..

રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડાના બોરીયાળામાં પોલીસની સરકારી ગાડીને મોપેડ પર દારૂ લાવનાર બૂટલેગરે જોશભેર ટકકર મારી,બૂટલેગર ઈજાગ્રસ્ત,અન્ય એક ફરાર..

પોલીસની સરકારી ગાડીને ₹80,000 નું નુકસાન બાઈક સાથે 15 હજારનો મુદ્દામાલ રિકવર કર્યો..

 મોટર સાયકલ ચાલક બૂટલેગરને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો:અન્ય એક ફરાર

ઘટના સંદર્ભે ગરબાડામાં બે અલગ અલગ એફઆઇઆર દાખલ કરાઈ..

ગરબાડા તા.૧૦

ગરબાડાના બોરીયાળામાં પોલીસની સરકારી ગાડીને મોપેડ પર દારૂ લાવનાર બૂટલેગરે જોશભેર ટકકર મારી,બૂટલેગર ઈજાગ્રસ્ત,અન્ય એક ફરાર..

ગરબાડા તાલુકાના બોરીયાળા ગામે ગરબાડા પોલીસ બાતમીના આધારે બાતમી વાળી જગ્યા ઉપર પોલીસની સરકારી ગાડી રોડની સાઈડમાં ઊભી કરી વોચમાં ઉભી હતી.ત્યારે સામેથી દારૂની ખેપ મારનાર એક બુટલેગર પોતાના કબજા હેઠળની બર્ગબેન કંપનીની ગાડી ઉપર દારૂ ભરીને પુરઝડપે હંકારી લાવી પોલીસની ગાડી સાથે ત ધડાકાભેર અથડાતા પોલીસની ગાડીને ₹80,000 જેટલું નુકસાન થયું હતું.જ્યારે દારૂ ભરેલ બાઈક તથા દારૂનો પણ કચરઘણ વળી ગયો હતો. ઉપરોક્ત બનાવમાં મોપેડ પર દારૂ લાવનાર ખેપિયાને ગંભીર ઇજાઓ પહોંચી હતી.જ્યારે મોપેડની પાછળ બેસેલો  ઇસમ ફરાર થઈ જવામાં સફળ થયો હતો.આ ઘટના સંદર્ભે ગરબાડા પોલીસે ઇજાગ્રસ્ત મોપેડ ચાલકને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડી પોલીસ ચોપડે બે અલગ અલગ ફરિયાદ નોંધવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે

ગરબાડા તાલુકાના બોરીયાળા ગામતળ ફળીયામાં ગત તા.૦૯મી ઓગષ્ટના રોજ ગરબાડા પોલીસને મળેલ બાતમીના આધારે બોરીયાળા ગામે માધ્યમિક શાળાની આગળ નાકાબંધી કરી સરકારી બોલેરો ગાડી રોડની સાઈડમાં પાર્ક કરીને ઉભા હતાં. તે સમયે ત્યાંથી એક મોપેડ ટુ વ્હીલર ગાડી પર સવાર ગરબાડા તાલુકાના બોરીયાલા ગામનો પ્રકાશ રમેશ ડામોર તથા તેની સાથે અન્ય એક ઈસમ એમ બંન્ને જણા પોતાના કબજાની મોપેડ ટુ વ્હીલર ગાડી પર વિદેશી દારૂનો જથ્થો લઈ હેરાફેરી કરતાં હતાં હોય તે સમયે નાકાબંધીમાં ઉભેલ પોલીસની રોડની સાઈડમાં પાર્ક કરેલ બોલેરો ગાડીને ધડાકાભેર અડફેટમાં લઈ ટક્કર મારતા બંન્ને ઈસમોને શરીરે ઓછી વધતી ઈજાઓ પહોંચી હતી.પોલીસે પ્રકાસ રમેશ ડામોરને ઝડપી પાડ્યો હતો.તેમજ તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યારે તેની સાથેનો અન્ય એક ઈસમ નાસી જવામાં સફળ રહ્યો હતો જે ઘટનામાં બાઈકનું કચ્ચરઘાણ વળી ગયો હતો.દારૂની બોટલો પણ ફૂટી ગઈ હતી જ્યારે પોલીસની ગાડીને પણ ૮૦ હજાર રૂપિયાનો નુકસાન થયું છે પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નં. ૧૧૫ જેની કુલ કિંમત રૂા. ૧૫,૦૦૦ તેમજ મોપેડ ટુ વ્હીલર ગાડીની કિંમત ૩૦૦૦૦ મળી કુલ રૂા. ૪૫,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરી ગરબાડા પોલીસે બંન્ને ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે જે ઘટનામાં બે અલગ અલગ FRI કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!