
રાહુલ ગારી ગરબાડા
ગરબાડાના ટૂંકીઅનોપમાં દીપડાએ મૂંગા પશુઓ ઉપર હુમલો કરતા ગ્રામજનોમાં ફફડાટ..
ગરબાડા તા.૨૮
ગરબાડા તાલુકાના ટુંકીઅનોપ ના તિતરીયા ફળિયામાં ગત બપોરે દિપડા દ્વારા બાંધી રાખેલી બે બકરીઓ પર હુમલો થતાં ગ્રામજનો માં ભય નો માહોલ જોવા મળ્યો હતો.તિતરીયા ફળિયા ના ખરાડ હિરાભાઇ છગનભાઈ નો પરિવાર ઘર ના આંગણામાં બકરીઓ બાંધી નજીક માં આવેલા ખેતરમાં ડાંગર રોપવા ગયા હતા.ગત બપોર ના સમયે ઘર બહાર બાંધી રાખેલ બકરી ઉપર દીપડા દ્વારા હુમલો કર્યો હતો. દીપડાએ હુમલો કરતા બકરીઓ ચિચાવા લાગી હતી. બકરીઓ નો અવાજ સાંભળી આજુબાજુના ગ્રામજનો દોડી આવ્યા હતા. ગ્રામજનો દ્વારા કરતા દિપડો ડુંગરા વિસ્તારમાં ભાગી ગયો હતો. બે બકરીઓ ને દીપડાના પંજા વાગતા ઈજાગ્રસ્ત થઈ હતી સરપંચ અને ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. તિતરીયા ફળિયામાં દીપડો દેખા દેતા ગ્રામજનો માં હાલ તો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.