
રાહુલ ગારી, ગરબાડા
અભલોડ માં વાવાઝોડા ના કારણે બાઈક ચાલક ઉપર ઝાડ પડતા બાઈક ચાલકનું મોત.
ગરબાડા
ગત સાંજે આવેલ વાવાઝોડા માં ગુલબાર ગામના હુસેનભાઇ રવજીભાઈ મડોડ તેમના ઘરેથી સામાજિક પ્રસંગમાં જવા મોટર સાયકલ લઈને ખજુરીયા જઇ રહ્યા હતા. તે દરમિયાન અભલોડ રેહજીયા ફળિયા નજીક કુદરતી વાવાઝોડાના કારણે રસ્તાની સાઈડમાં આવેલ સૂકું ઝાડ નીચે થી પસાર થઇ રહ્યા હતા તે સમયે વાવાઝોડાના કારણે સુકુ ઝાડ ઈશ્વરભાઈ ઉપર પડતા છાતિના ભાગે ઉપર પડતા અને ગળાના ભાગે ઈજાઓ થતા ઈશ્વરભાઈ ને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ઈશ્વરભાઈ નું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પોલીસે અકસ્માત નો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.