Friday, 21/01/2022
Dark Mode

વાહનચોર ટોળકીનો આતંક.. ગરબાડાના અભલોડમાં ફોરવહીલ ગાડીની ઉઠાતરી…

October 28, 2021
        1376
વાહનચોર ટોળકીનો આતંક.. ગરબાડાના અભલોડમાં ફોરવહીલ ગાડીની ઉઠાતરી…

જીગ્નેશ બારીયા :- દાહોદ

વાહનચોર ટોળકીનો આતંક.. ગરબાડાના અભલોડમાં ફોરવહીલ ગાડીની ઉઠાતરી.

દાહોદ તા.૨૮

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામેથી એક ૨ લાખની કિંમતની ક્રુઝર ફોર વ્હીલર ગાડી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.

ગરબાડા તાલુકાના અભલોડ ગામે ઉમરીયા ફળિયામાં રહેતાં બદુભાઈ પુનાભાઈ ભાભોરે ગત તા.૨૬મી ઓક્ટોમ્બરના રોજ પોતાની ૨ લાખની કિંમતની ક્રુઝર ફોર વ્હીલર ગાડી પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ ક્રુઝર ફોર

 

વ્હીલર ગાડીને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે બદુભાઈ પુનાભાઈ ભાભોરે જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

——————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!