Saturday, 27/07/2024
Dark Mode

મોરબી બ્રિજ દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપમાં સામેલ ગરબાડા તાલુકાના 3 યુવાનોની પોલીસ દ્વારા અટકાયત કરાઈ..

November 1, 2022
        3311
મોરબી બ્રિજ દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપમાં સામેલ ગરબાડા તાલુકાના 3 યુવાનોની પોલીસ દ્વારા અટકાયત કરાઈ..

રાહુલ ગારી :- ગરબાડા

મોરબી બ્રિજ દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપમાં સામેલ ગરબાડા તાલુકાના 3 યુવાનોની પોલીસ દ્વારા અટકાયત કરાઈ

ગરબાડાના યુવકો ઓરેવા ગ્રુપમાં મોરબી પુલના સમારકામમાં સામેલ હતા. 

બે સગા ભાઈ સહિત ત્રણે યુવાનો મજૂરી કામ માટે મોરબી ગયા હતા

ગરબાડા તા.01

સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર મોરબીમાં મચ્છુ નદી પર રવિવારે ઝૂલતો પુલ તૂટતાં 134 લોકોનાં મોત થયાં હતાં .આ મામલે મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં 9 લોકો સામે બેદરકારીનો ગુનો દાખલ કરીને તેમની અટક કરાઈ છે.જે પૈકી 3 લોકો દાહોદજિલ્લાના ગરબાડા તાલુકાનાના ટુંકીવજુ ગામના છે.અટકાયત કરાયેલા આ ત્રણે લોકો મજૂરી કામ માટે મોરબી ખાતે ગયા હતા.અને ઓરેવા કંપની દ્વારા કરાયેલા સમારકામમાં ત્રણેય ઈસમો મજુર તરીકે સામેલ હોવાનું જાણવા મળ્યું છે.મોરબીમાં મચ્છુ નદી પર આવેલો ઝૂલતો પુલ રવિવારે સાંજે તૂટી પડતાં બાળકો સહિત 134 લોકોનાં મોત થયાં હતાં.આ પુલની સંભાળ તેમજ મેન્ટેન્સનું કામ અમદાવાદની ઓરેવા કંપની દ્વારા કરાતી હતી. 122 વર્ષ જુના પુલને સાત માસ પહેલા બંધ કરીને પોણા ત્રણ કરોડના ખર્ચે સમારકામ કર્યા બાદ ઓરેવા ગ્રુપના એમડી તેમજ તેમના પરિવારજનોની ઉપસ્થતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અને તેને નવા વર્ષના રોજ જ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનામાં પોલીસે ઓરેવા ગ્રુપમાં કામ કરતા 9 ઈસમો સામે બેદરકારી અંગેનો ગુનો દાખલ કર્યો છે.જેમાં જણાવ્યું હતું કે ઝુલતો પુલ યોગ્ય સમારકામ મેન્ટેનન્સ તથા મેનેજમેન્ટના અભાવે યાંત્રિક કે અન્ય કોઈ કારણસર તૂટી ગયો છે. સમારકામ તથા મેન્ટેનન્સ તથા મેનેજમેન્ટ કરનાર વ્યક્તિ એજન્સીએ આ બ્રિજનું યોગ્ય રીતે સમારકામ મેનેજમેન્ટ તથા ક્વોલિટી ચેક કર્યા વિના કાળજી રાખ્યા વગર તથા યોગ્ય મેનેજમેન્ટ નહીં કરતા માણસોનું મૃત્યુ થઈ છે.સામાન્ય માણસની જિંદગી જોખમાય તેવું જાણતા હોવા છતાં આ બ્રિજ ખુલ્લો મુકાયો હતો.આ પ્રકરણમાં ફરિયાદ બાદનવ લોકોને અટકાયત કરવામાં આવી હતી જેમાં દાહોદ જિલ્લાના ગનબાડા તાલુકાના ટૂંકીવજુ ગામના તીતરિયા ફળિયામાં રહેતા સગા ભાઈ 25 વર્ષે અલ્પેશભાઈ ગલાભાઈ ગોહિલ તથા તે 30 વર્ષે દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ અને કામાવિરા ફળિયામાં રહેતા મુકેશભાઈ દલસિંગભાઈ ચૌહાણનો સમાવેશ થાય છે આ ત્રણેય મજૂરી કામ માટે મોરબી ગયા હતા અને ત્યાં ઓરેવા કંપનીમાં જોડાયા હતા. પુલના સમારકામમાં તેમની ભૂમિકા હતી. હાલ દાહોદના આ ત્રણેય ઈસમો મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં પોલીસ કસ્ટડીમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!