
રાહુલ ગારી, ગરબાડા
કન્યાશાળા ગરબાડા ખાતે તાલુકા પંચાયત સભ્યની 20% ની ગ્રાન્ટ માંથી નવીન સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાની કન્યાશાળા ખાતે શાળાના કમ્પાઉન્ડમાં અને શાળાના વર્ગખંડોમાં તાલુકા પંચાય ગરબાડા સીટ- ૧ ના તાલુકા સભ્ય ચંદાબેન મુકેશભાઈ ગારી 15 માં નાણાપંચની 20% ગ્રાન્ટ માંથી બે લાખની કિંમત ના ખર્ચે નવી સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે ગરબાડા તાલુકામાં અજાણ્યા ચોર ઈસમો દ્વારા તાલુકાની વિવિધ શાળાઓને નિશાન બનાવીને સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ પ્રોજેક્ટર લેપટોપ પ્રિન્ટર કોમ્પ્યુટર LED ટીવી જેવા કિંમતી સાધનોની ચોરી થતી હોય છે જેને લઇને શાળામાં સીસીટીવી કેમેરા લગાવવાથી આ વસ્તુઓ અને શાળાની આસપાસ ની સુરક્ષા થઈ શકે અને અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતું નુકસાન તેમ જ અસામાજિક તત્વો ઉપર અંકુશ લગાવી શકાય તે માટે તાલુકા સભ્ય ચંદાબેન મુકેશભાઈ ગારી દ્વારા ગરબાડા તાલુકાની કન્યા શાળા તાલુકા પંચાયતની15માં નાણાપંચની 20% ની ગ્રાન્ટ માંથી નવીન સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી