
બાબુ સોલંકી :- સુખસર/શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
સુખસરમાં ધારાસભ્ય એ રક્ષાબંધન નિમિત્તે આંગણવાડી ની મહિલાઓને ભેટ આપી.
તમામ વર્કર તેડાગર આશાવર્કર ને સાડી ની ભેટ આપી.
મહિલા સશક્તિકરણ અને ફરજિયાત રસીકરણ બાબતે માહિતી આપી
( પ્રતિનિધિ ) સુખસર,તા.21
ફતેપુરા તાલુકાના સુખસર ખાતે શનિવારના રોજ રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને આંગણવાડીની મહિલાઓ સાથે કાર્યક્રમ યોજાયો હતો.જેમા તમામ મહિલાઓએ રક્ષાબંધન નિમિત્તે ધારાસભ્યને રાખડી બાંધી હતી.જેમાં ધારાસભ્ય દ્વારા તમામ મહિલાઓને સાડીની ભેટ અર્પણ કરી હતી.
ફતેપુરા તાલુકામાં સંકલિત બાળ વિકાસ વિભાગમાં ફરજ બજાવતા વર્કર,તેડાગર આશાવર્કરોને રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ધારાસભ્ય રમેશભાઈ કટારા દ્વારા ભેટ આપવામાં આવી હતી.
શનિવારના રોજ સુખસર આઈ.ટી.આઈ ખાતે કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આઇ.સી.ડી.એસ માં ફરજ બજાવતા મુખ્યસેવિકા,વર્કર,તેડાગર આશાવર્કર ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ધારાસભ્ય રમેશભાઈ કટારા અને ઉપસ્થિત આગેવાનોને રાખડી બાંધી હતી.જમા ધારાસભ્ય દ્વારા તમામ બહેનોને રક્ષાબંધનની ભેટ સ્વરૂપે સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય ઉપસ્થિત મહિલાઓને મહિલા સશક્તિકરણ વિશે માહિતી આપી હતી.જણાવ્યું હતું કે,કોઈપણ સમસ્યા હોય તો અમને જાણ કરો,અમો તમારા ભાઈ છીએ,તમારી રક્ષા કરીશું તેમજ કોરોનાથી બચવા માટે રસીકરણ ફરજિયાત કરાવવું જોઈએ.ગામમાં રસીકરણ બાબતે લોકોમાં જાગૃતતા લાવવી જોઈએ.અને પોતાના પરિવારની રક્ષા માટે રસીકરણ કરાવવું જોઈએ તેવી અપીલ કરી હતી. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભરતભાઈ પારગી,આદિવાસી મોરચાના રમેશભાઈ કટારા,સુખસર ના ડેપ્યુટી સરપંચ ઈમરાનભાઈ,પાર્ટી ના આગેવાન નાનુભાઈ ભગોરા સહિત મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.