શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા/કલ્પેશ શાહ :- સીંગવડ
ફતેપુરામાં સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થતા નગરમાં કર્ફ્યુનો માહોલ
વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ જવા પામી
સીંગવડ પંથકમાં મેઘરાજાની પધરામણી થતા ધરતી પુત્રોમાં ખુશીનો માહોલ
ફતેપુરા/સીંગવડ
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગર સહિત તાલુકામાં આજે સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવતા અને આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા આવી સવારથી નગર સહીત તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થવા પામેલ છે ધોધમાર વરસાદ શરૂ થવાથી નગરમાં કફૅયુ જેવો માહોલ જોવા મળતો હતો નગરના જાહેરમાર્ગો પર સન્નાટો જોવા મળતો હતો વાહનચાલકો થી અને રાહદારીઓ ની અવર જવરથી ધમ ધમતા રસ્તા ઉપર સન્નાટો છવાઇ ગયો હતો ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગયેલ હતી લાંબા સમય ના વિરામ બાદ મેઘ મહેર વરસતા ખેતીને જીવતદાન મળેલ છે જેથી ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી.
સીંગવડ પંથકમાં મેઘરાજાની પધરામણી: ખેડૂતો રાજી રાજી
સિંગવડ તાલુકા માં સવારથી વરસાદની પધરામણી થતા આખા પંથકમાં ખેતીલાયક વરસાદ થવાનો તથા ખેતીની હવે કોઇ નુકસાન નહીં થાય તેના માટે વરસાદ પડતાં ખેડૂતો ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે સિંગવડ ગામમાં અને આજુબાજુનાં વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ પડવાના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી જ્યારે વરસાદ પડવાના લીધે બજારમાં એકદમ માર્કેટ ઠંડુ જોવા મળ્યું હતું આ રીતે સિંગવડ તાલુકા ના આજુબાજુના વિસ્તારમાં વરસાદ પડવાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો