
બાબુ સોલંકી :- ફતેપુરા
ફતેપુરા તાલુકાના મકવાણાના વરુણા ખાતે આવેલ નાલંદા પબ્લિક સ્કૂલના બાળકો દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવામાં આવી
નાલંદા પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ શૂલપાણેશ્વર મહાદેવ,સ્ટેચ્યુ ઓફ યુનિટી,વિદ્યુત ઉત્પાદન કરતી ટ્રેબનેટર,તથા પોઇચા સ્વામીનારાયણ મંદિરની મુલાકાત કરાઈ
સુખસર,તા.૧૮
નાલંદા પબ્લિક સ્કૂલ મકવાણા ના વરુણા ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ દ્વારા મંગળવારના રોજ એક દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળાના વિદ્યાર્થીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મુલાકાત કરી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતાં.અને શાળાના આચાર્યા નીરૂબેન મુનિયા દ્વારા બાળકોને મુલાકાત લીધેલા વિવિધ સ્થળોની વિસ્તૃત માહિતી આપી માહિતગાર કર્યા હતા.ત્યારબાદ ત્રણેય રાજ્યોની જ્યાં વીજળી ઉત્પાદિત કરવામાં આવે છે તે ટનલ બાળકોને બતાવવામાં આવી હતી.જ્યારે ત્યાંથી
નીકળી પોઇચા સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરી વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને પ્રદર્શન વિભાગમાં લઈ જવામાં આવ્યા હતા.આમ નાલંદા પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા શૂલપાણેશ્વર મહાદેવ,સ્ટેચ્યુ ઓફ યુનિટી, વિદ્યુત ઉત્પાદન કરતી ટ્રેબનેટર તથા પોઇચા સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લેવામાં આવી હતી.જ્યાં વિદ્યાર્થીઓને પ્રવાસની ખૂબ જ મઝા આવી હતી.અને આ પ્રવાસ ખૂબ જ સફળતા પૂર્વકનો રહ્યો હતો.