
યાસીન ભાભોર :- ફતેપુરા
ફતેપુરામાં આદિવાસી યુવાનોએ માર્કેટિંગ યાર્ડમાં વજન કાંટા ચેક કરતા વેપારી એસોસિએશનના પ્રમુખનું સોશિયલ મીડિયામાં જાતિવાચક શબ્દોનો ઉચ્ચારણ,પોલીસ મથકમાં રજૂઆત..
ફતેપુરા તા.13
ફતેપુરા જાગૃત આદિવાસી યુવાનોની ટીમ માર્કેટિંગ યાર્ડમાં વજન કાંટા ચેક કરવા ગયા હતા તે બાબતે ફતેપુરા વેપારી એસોસિએશન ના પ્રમુખે whatsapp ગ્રુપમાં જાતિવાચક અપમાન કર્યું હોવાના આક્ષેપ સાથે ફતેપુરા પોલીસ મથકે રજૂઆત કરવામાં આવી છે.
ફતેપુરા તાલુકા જાગૃત આદિવાસી યુવા ટીમને વારંવાર લોકોએ રજૂઆત કરી હતી કે ફતેપુરા માર્કેટિંગ યાર્ડમાં વજન કાંટાઓમાં ભૂલ છે જેના પગલે ફતેપુરા જાગૃત આદિવાસી યુવાનોની ટીમ ફતેપુરા માર્કેટિંગ યાર્ડ ખાતે વજન કાંટા ઓની ચકાસણી હાથ ધરી હતી.આ બાબતે ફતેપુરા તાલુકા વેપારી એસોસિએશનના પ્રમુખે whatsapp ગ્રુપમાં આદિવાસી જાગૃત યુવાનોનનું જાતિવાચક અપમાન કર્યું હતું તેવા આક્ષેપ સાથે ફતેપુરા તાલુકા જાગૃત આદિવાસી યુવાનોની ટીમે ફતેપુરા વેપારી એસોસિએશનના પ્રમુખ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફતેપુરા પોલીસ મથકે રજૂઆત કરી છે..