
યાસીન ભાભોર :- ફતેપુરા
ફતેપુરાની ફીનકેર બેંકમાં લાખો રૂપિયાની ઉચાપત કરનાર ઓપરેશન મેનેજર અને સેન્ટર મેનેજરને પોલીસે ઝડપી પાડ્યા…
ફતેપુરા તા.24
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ઘુઘસ રોડ ઉપર આવેલ ફિનકેર બેંકના ઓપરેશન મેનેજર હિંમતસિંહ પ્રભુદાસ ઠાકોર તેમજ સેન્ટર મેનેજર રણજીતસિંહ વીરસિંહ ઠાકોર એ રીતના 2 ઈસમોએ મળીને બેંકના 47 જેટલા મહિલા ગ્રાહકોના 497,511 ની ઉચાપત કરી હતી.
આ ઉચાપત બાબતે ફીનકેર બેંકના રીજનલ ઓપરેશન મેનેજરે તારીખ 19 મે 2023 ના રોજ ફતેપુરા પોલીસ મથકેફરિયાદ નોંધાવી હતીફતેપુરા પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને આ ઉચાપતના ગુનામાં સંડોવાયેલા ફીન કેર બેંકના ઓપરેશન મેનેજર હિંમતસિંહ પ્રભુદાસ ઠાકોરને મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ખાખરા વાળા મુવાડા ભરોડી ગામેથી ઝડપી પાડ્યો હતો તેમજ ફિનકેર બેંકના સેન્ટર મેનેજર રણજીતસિંહ વીરસિંહ ઠાકોરને મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના કાસમપુરા સુરોડિયા ગામેથી ઝડપી પાડ્યો હતો.
આ બંને આરોપીઓને ઝડપી લઈને ફતેપુરા પોલીસે બંને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.