
યાસીન ભાભોર :- ફતેપુરા
ફતેપુરા બસ સ્ટેશન ખાતે બંધ થયેલી લાઈટો ચાલુ કરવાની કામગીરી શરૂ કરાઇ
ફતેપુરા તા.04
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલ નવીન બસ સ્ટેશનમાં બસ સ્ટેશન શરૂ કરતી વખતે બસ સ્ટેશનની બિલ્ડીંગ ઉપર અને બસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં લાઈટો લગાવવામાં આવી હતી. પરંતુ છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી આ લાઈટો બંધ થઈ જવા પામી હતી જેના પગલે ફતેપુરા બસ સ્ટેશન અંધેર નગરીમાં ફેરવાયું હતું અને રાત્રિના સમયેથી અહીં પસાર થવું બહુ મુશ્કેલ બન્યું હતું તેમજ રાત્રિના સમયે મુસાફરી કરતા મુસાફરો માટે પણ બહુ જોખમી અને અસલામત ભાસતું હતું.
જે બાબતોના અહેવાલ વિવિધ માધ્યમોમાં પ્રસિદ્ધ થયા હતા જેના પગલે ગુજરાત એસટીની ગોધરા વિભાગિય કચેરી દ્વારા આજરોજ ફતેપુરા બસ સ્ટેશન ખાતે બસ સ્ટેશનની બિલ્ડીંગ ઉપર તેમજ બસ સ્ટેશનની આજુબાજુ અને બસ સ્ટેશન વિસ્તારમાં તેમજ બસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં લગાવવામાં આવેલી લાઈટોને રીપેરીંગ કરીને ચાલુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.